IND VS WI/ પ્રથમ T-20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 68 રને હરાવ્યું,રોહતિ શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,જાણો

પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટે 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 122 રન જ બનાવી શકી હતી.

Top Stories Sports
8 26 પ્રથમ T-20માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 68 રને હરાવ્યું,રોહતિ શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,જાણો

કેપ્ટન રોહિત શર્મા (64) અને દિનેશ કાર્તિક (અણનમ 41) ની શાનદાર ઇનિંગ્સ પછી તેમના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે શુક્રવારે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે યજમાન વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20I શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટે 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 122 રન જ બનાવી શકી હતી. કોઈ પણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો.

યજમાન ટીમ તરફથી શમર બ્રુક્સે 20, કાયલ મેયર્સે 15, કેપ્ટન નિકોલસ પૂરને 18, રોવમેન પોવેલે 14 અને શિમરોન હેટમાયેરે 14 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહ, આર અશ્વિન અને રવિ બિશ્નોઈએ બે-બે જ્યારે ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી. આ પહેલા ભારતે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 190 રન બનાવ્યા હતા.

ભારત માટે કેપ્ટન રોહિત શર્મા (64)એ પણ અડધી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત ફરીથી T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડી દીધો છે. આ સાથે જ દિનેશ કાર્તિકે 19 બોલમાં અણનમ 41 રનની ઇનિંગ રમી હતી.કાર્તિકે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આર અશ્વિને પણ અણનમ 13 રન બનાવ્યા હતા. રોહિત અને કાર્તિક સિવાય સૂર્યકુમાર યાદવ (24), શ્રેયસ અય્યર (0), ઋષભ પંત (14), હાર્દિક પંડ્યા (1), રવિન્દ્ર જાડેજા (16) વધુ કંઈ કરી શક્યા ન હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અલ્ઝારી જોસેફે બે વિકેટ ઝડપી હતી.