ફુડ પોઇઝનિંગ/ વડોદરાના પાદરામાં 120 લોકોને ફુડ પોઇઝનિંગ, બાળકો અને મહિલા સૌથી વધારે ઝપેટમાં

વડોદરા જિલ્લાના પાદરામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાદરમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. આ ફુડ પોઇઝનિંગમાં 120થી વધુ લોકોને અસર થઇ છે,

Top Stories Gujarat
5 3 1 વડોદરાના પાદરામાં 120 લોકોને ફુડ પોઇઝનિંગ, બાળકો અને મહિલા સૌથી વધારે ઝપેટમાં
  • વડોદરાનાં પાદરામાં ફૂડ પોઇઝનિંગની ઘટના
  • ફુડ પોઇઝનિંગથી 120થી વધુ લોકોને અસર
  • બાળકો મહિલાઓ સહિતના લોકોને અસર
  • અસરગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડાયા
  • સામાજિક પ્રસંગમાં ભોજન લેતા બની ઘટના
  • મોડી રાત્રે જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું
  • જિલ્લા કલેકટર સહિતના અધિકારીએ કરી તપાસ
  • આરોગ્ય વિભાગની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ

વડોદરા જિલ્લાના પાદરામાં થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાદરમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. આ ફુડ પોઇઝનિંગમાં 120થી વધુ લોકોને અસર થઇ છે, જેના લીધે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાેદરાના પાદરામાં એક સામાજિક પ્રસંગ દરમિયાન ભોજન લેતા આ ઘટના ઘટી હતી, ભોજન બાદ ફુડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી.એક બાદ એક લોકોને અસર જોવા મળી હતી જેના લીધે તમામને સત્વરે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના પાદરમાં ફુડ પોઇનિંગ થતા 12દ લોકોને તેની ઝપેટમાં જોવા મળ્યા હતા,બાળકો સહિત મહિલાઓ સૌથી વધારે અસરગ્રસ્ત જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતા મોડીરાત્રે જિલ્લા વહિવટીતંત્ર દોડતું થઇ ગયું હતું. આ ફુડ પોઇઝનિંગ મામલે કલેકટરે તપાસના નિર્દેશ આપ્યા છે. આ ઘટનાની સીધી નજર હાલ કલેકટર રાખી રહ્યા છે. આરોગ્ય ટીમને સ્ટેન્ડ઼ બાય રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.

અસરગ્રસ્તોને સત્વરે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની હાલત હાલ સુધારા પર છે, કોઇ અનિચ્છનીય બનાવ બન્યું નથી.

Gujarat Election/આજે ભાજપનો ‘કાર્પેટ બોમ્બિંગ’ પ્રચાર, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જાહેર સભા સંબોધશે