Not Set/ IPL 2018 : જાડેજા અને ભજ્જીની ફિરકીમાં ફસાયું RCB, ચેન્નઈએ ૬ વિકેટે મેળવી શાનદાર જીત

પુના, પુનાના MCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૬ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા આપવામાં આવેલા ૧૨૮ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા CSKની ટીમે ૧૨ બોલ બાકી રાખતા જ આ સ્કોરને વટાવ્યો હતો અને ટુર્નામેન્ટમાં પોતાનો સાતમો વિજય હાંસલ કર્યો હતો. All over! Thala @msdhoni goes on a […]

Sports
DSGSDG IPL 2018 : જાડેજા અને ભજ્જીની ફિરકીમાં ફસાયું RCB, ચેન્નઈએ ૬ વિકેટે મેળવી શાનદાર જીત

પુના,

પુનાના MCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૬ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા આપવામાં આવેલા ૧૨૮ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા CSKની ટીમે ૧૨ બોલ બાકી રાખતા જ આ સ્કોરને વટાવ્યો હતો અને ટુર્નામેન્ટમાં પોતાનો સાતમો વિજય હાંસલ કર્યો હતો.

CSKના શાનદાર વિજયના હિરો ઓલરાઉન્ડર પ્લેયર્સ રવિન્દ્ર જાડેજા, સ્પિન બોલર હરભજન સિંહ અને કેપ્ટન એમ એસ ધોની રહ્યા હતા. પરંતુ જાડેજને શાનદાર બોલીંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રવિન્દ્ર જાડેજાએ ૪ ઓવરમાં ૧૮ રન આપી ૩ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી RCBની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને માત્ર ૧૨૭ રન જ બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક ઓપનર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ માત્ર ૫ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ૪૧ બોલમા ૫૧ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

જો કે ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી માત્ર ૮ રન, સ્ફોટક બેટ્સમેન એ બી ડિવિલિયર્સ પણ માત્ર ૧ રન બનાવી આઉટ થયા હતા. જ્યારે મેચની અંતિમ ઓવરોમાં ટીમ સાઉથીએ ૨૬ બોલમાં ૩૬ રન ફટકાર્યા હતા. આ સિવાય ચેન્નઈના સ્પિન આક્રમણ સામે કોઈ બેટ્સમેન ટકી શક્યા ન હતા અને પૂરી ટીમ માત્ર ૧૨૭ રન જ બનાવી શકી હતી. ચેન્નઈ તરફથી સ્પિન બોલર રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી જયરે હરભજન સિંહે ૨ બેટ્સમેનોને પેવેલિયનમાં ભેગા કર્યા હતા.

RCBની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૨૮ રનના આશાન ટાર્ગેટને ચેન્નઈની ટીમે ૪ વિકેટના નુકશાને ૧૮ ઓવરમાં જ વટાવી વિજય પોતાના નામે કર્યો હતો. ૧૨૮ રનના લક્ષ્યનો પીછો કરતા CSKની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક બેટ્સમેન શેન વોટસન માત્ર ૧૧ રન બનાવી ઝડપી બોલર ઉમેશ યાદવનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે ઇનફોર્મ બેટ્સમેન અંબતી રાયડુએ ૨૫ બોલમાં ૩૨ રન ફટકાર્યા હતા.

શેન વોટસનના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા સુરેશ રૈનાએ પણ ૨૧ બોલમાં ૨૫ રન ફટકાર્યા હતા. જો કે ત્યારબાદ કેપ્ટન એમ એસ ધોની અને ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ મેચ જીતવા માટે જરૂરી ટાર્ગેટને વટાવ્યો હતો. એમ એસ ધોનીએ ૨૩ બોલમાં ૩ સિક્સર અને ૧ ચોક્કા સાથે અણનમ ૩૧ રન બનાવ્યા હતા જ્યારે બ્રાવોએ ૧૪ રન ફટકારી અણનમ રહ્યો હતો. જયારે RCBની ટીમ તરફથી ઝડપી બોલર ઉમેશ યાદવે ૨ વિકેટ ઝડપી હતી.