IPL 2021/ મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી પહેલા બોલિંગનો લીધો નિર્ણય

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે આઈપીએલની 24 મેચ દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની પૂરી તૈયારીઓ થઇ ગઇ છે. આઈપીએલમાં રમાયેલી 23 મેચોમાં બંને ટીમોએ 11-11 મેચ જીતી છે. વળી, 1 મેચ અનિર્ણિત રહી હતી.

Top Stories Sports
mi મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી પહેલા બોલિંગનો લીધો નિર્ણય

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે આઈપીએલની 24 મેચ દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની પૂરી તૈયારીઓ થઇ ગઇ છે. આઈપીએલમાં રમાયેલી 24 મેચોમાં બંને ટીમોએ 12-12 મેચ જીતી છે. છેલ્લા 3 વર્ષમાં મુંબઈની ટીમ રાજસ્થાનની ટીમને 6 મેચમાં ફક્ત એક જ વાર હરાવવામાં સફળ રહી છે. આ આંકડાની દ્રષ્ટીએ આજનો મુકાબલો રોમાંચથી ભરેલો રહેશે.

મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

એક તરફ, મુંબઇ ઇન્ડિયન્સની પાસે ઓપનિંગ તરીકે બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા સાથે ક્વિન્ટન ડેકોક છે, જ્યારે મધ્યમ ક્રમમાં સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, ક્રુનાલ પંડ્યા અને અંતમાં પોલાર્ડ લાંબા અને ચોક્કા અને છક્કા લગાવી શકે છે. વળી રાજસ્થાનમાં જોસ બટલર, શિવમ દુબે, ડેવિડ મિલર, રાયન પરાગ, રાહુલ તેવતીયા અને ક્રિસ મોરિસ સિવાય કેપ્ટન સંજુ સેમસન જેવા મોટા હિટર્સ પણ છે.

જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ પહેલાથી જ રાજસ્થાનની ટીમમાં ઈજાને કારણે લીગની બહાર થઈ ગયા છે. લિયમ લિવિંગસ્ટોન અને એન્ડ્ર્યૂ ટાઇ બાયો બબલનાં કારણે આઈપીએલમાંથી બહાર નીકળી ગયા છે. ટીમમાં હવે ફક્ત 4 વિદેશી ખેલાડીઓ બાકી છે. વળી બીજી તરફ મુંબઈની ટીમ તેના મધ્ય ક્રમની નિષ્ફળતાથી ચિંતિત રહેશે. જો કે, કોટલાની પીચ સ્પિન ફ્રી છે જે ટીમને મદદ કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ 5 માંથી 2 મેચ જીત્યા બાદ પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. વળી રાજસ્થાન પણ 5 માંથી 2 મેચ જીતી શક્યુ છે, પરંતુ ઓછા રન રેટને કારણે રાજસ્થાનની ટીમ 7 માં ક્રમે છે. આઈપીએલનાં ઇતિહાસની વાત કરીએ તો રાજસ્થાન અને મુંબઇ વચ્ચે કુલ 24 મેચ રમાઇ છે, જેમાંથી બંને ટીમો 12-12 વખત મેચ જીતી ચૂકી છે.

રાજસ્થાન રોયલ્સ ટીમ-

જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (C/W), શિવમ દુબે, ડેવિડ મિલર, રાયન પરાગ, રાહુલ તેવતીયા, ક્રિસ મોરિસ, જયદેશ ઉનડકટ,  મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરીયા.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ-

ક્વિન્ટન ડી કોક (W), રોહિત શર્મા (C), સૂર્યકુમાર યાદવ, કુલ્ટર નાઇલ, કિરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જયંત યાદવ, રાહુલ ચહર, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ.

Untitled 46 મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી પહેલા બોલિંગનો લીધો નિર્ણય