Not Set/ હવે સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવ્યું આ શહેર, નોંધાયા ૪૬ પોઝીટીવ કેસ

બેંગ્લોર ગુજરાત બાદ હવે બીજા રાજ્યમાં પણ સ્વાઇન ફ્લુ ઝપટમાં આવી ગયું છે. બેંગ્લોરમાં એક સાથે એચ૧એન૧ના આટલા બધા કેસ નોંધાતા શહેરમાં સ્વાસ્થ્ય એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એક અઠવાડીયામાં સ્વાઇન ફ્લુના ૪૬ કેસો નોંધાયા છે. ન્યુઝ એજન્સીના રીપોર્ટ પ્રમાણે સ્વાઇન ફ્લુના કેસ સૌથી વધારે ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે. બેંગ્લોરના શહેરી જીલ્લાના અધિકારી ડોક્ટર […]

Top Stories India Trending
swineflu હવે સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવ્યું આ શહેર, નોંધાયા ૪૬ પોઝીટીવ કેસ

બેંગ્લોર

ગુજરાત બાદ હવે બીજા રાજ્યમાં પણ સ્વાઇન ફ્લુ ઝપટમાં આવી ગયું છે. બેંગ્લોરમાં એક સાથે એચ૧એન૧ના આટલા બધા કેસ નોંધાતા શહેરમાં સ્વાસ્થ્ય એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એક અઠવાડીયામાં સ્વાઇન ફ્લુના ૪૬ કેસો નોંધાયા છે.

ન્યુઝ એજન્સીના રીપોર્ટ પ્રમાણે સ્વાઇન ફ્લુના કેસ સૌથી વધારે ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે. બેંગ્લોરના શહેરી જીલ્લાના અધિકારી ડોક્ટર સુનંદાએ જણાવ્યું હતું કે અમે સ્વાઇન ફ્લુના દર્દી માટે યોગ્ય સારવાર આપવાના આદેશ આપ્યા છે અને દર્દીઓને દવા પણ આપવામાં આવી રહી છે.

સ્વાઇન ફ્લુ મામલે શહેરમાં કુલ ૩૦૦૦ ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ૨૭ સપ્ટેમ્બર સુધી બેંગ્લોરમાં સ્વાઇન ફ્લુના કુલ ૧૬ કેસ સામે આવ્યા હતા.