અમદાવાદ/ પ્રેમ લગ્નનો આવ્યો કરુણ અંજામ, વટવામાં પૂર્વ પતિએ પત્ની 27 છરીના ઘા મારી કરી હત્યા

વટવામાં એક મહિલા જીંદગી માટે આજીજી કરતી રહી પરતું પુર્વ પતિએ છરીના ઉપરા છાપરી ધા ઝીકિ હત્યા કરી.જયાં સુધી મહિલાનો દમ ન ગયો ત્યાં સુધી….

Ahmedabad Gujarat
હત્યા

વટવામાં પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરી લેતા પતિ ક્રૂરતા પૂર્વક પત્ની ઘરમાં ઘુસી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.વટવા પોલીસે પુર્વ પતિ સહીત ચાર આરોપી ધરપકડ કરી છે.પતિ માનસિક વિકૃત ત્રાસના કારણે 15 વર્ષ લગ્નજીવન ખતમ કર્યું હોવાનું પોલીસ તપાસ ખુલ્યું.

આ પણ વાંચો :ઊંઝા પહોંચે તે પહેલાં ગોપાલ ઇટાલીયાની કરાઈ અટકાયત

વટવામાં એક મહિલા જીંદગી માટે આજીજી કરતી રહી પરતું પુર્વ પતિએ છરીના ઉપરા છાપરી ધા ઝીકિ હત્યા કરી.જયાં સુધી મહિલાનો દમ ન ગયો ત્યાં સુધી પુર્વ પતિ હેવાન બની છરી ધા મારતો રહ્યો.આ એજ વિકૃત પતિ અજય ઠક્કર છે જે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે.જેણે પોતાના મિત્રો સાથે મળીને પુર્વ પત્ની હત્યા કરી કારણકે પત્ની ઍક વર્ષ પહેલા છુટછાટ લઇને તેનાં મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.આજ અદાવત રાખીને આરોપી અજય અને તેનો પિતરાઈ ભાઈ ભાવેશ , ઋષભ, જયદીપ સહીત 7 લોકો ઇકો ગાડી લઇ મૃતક મહિલા હેમા ના ઘરે જઇ રેકી કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.

હત્યા

આ પણ વાંચો :હવે ડેન્ગ્યુનો કહેર, 19 વર્ષીય જુડો ચેમ્પિયન યુવતીનું થયું મોત

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે 15 વર્ષ પહેલા મૃતક હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠક્કર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા,તેઓના બે સંતાનો છે. લગ્ન ગાળા સમયે અજય ઠક્કર પત્ની હેમાને અવારનવાર મારતો હતો જે કંટાળીને હેમાં છૂટાછેડા લઇ બે બાળકો અજય ઠક્કર ને સોંપ્યા હતાં. છૂટાછેડાના એક મહિના બાદ હેમાએ અજયના મિત્ર મહેશ ઠાકોર સાથે પ્રેમસબંધ થતા લગ્ન કરી અમદાવાદ વટવામાં સુખસાગર સોસાયટી માં રહેવા માટે આવી ગઇ હતીઆરોપી અજયએ હેમાની શોધખોળ કરી હતી જે 11 મહિના પછી વટવા રહેતી હોવાની જાણ થતા જ તે મિત્રો સાથે વટવા પહોંચ્યો અને દોઢ કલાક સુધી તેના મિત્રોએ શોધખોળ કરી રહ્યાં હતાં.તેવામાં હેમાં દૂધ લેવા નીકળી ત્યારે તેના ઘરનો પતો મળ્યો અને ઘરે જઈ હત્યા કરી દીધી.આ હત્યામાં અજય અને ભાવેશ ઉપરા છાપરી 27 છરી ના ધા ઝીક્યાં અને આરોપી કેવલે મહિલા પકડી રાખી હતી.આ ઘટનામાં અન્ય આરોપીઓ મદદગારી કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસ શોધખોળ કરી છે.

હત્યા

આ પણ વાંચો :રાજ્યમાં મહિલા સલામતીની વાતો માત્ર કાગળ પર, 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

હત્યારાઓની ઘાતકી માનસિકતાને રજુ કરતો સોશિયલ મીડિયા પર એક વિડ્યો સામે આવ્યો છે.જેમાં છરી સાથે ડાયલોગ બોલતો આરોપી ભાવેશનો વિડ્યો છે..આ વિડ્યો સાબીત કરે છે કે હત્યારાઓ કેવી માનસિકતા ધરાવે છે.પતિ-પત્ની વિવાદમાં બે નિર્દોષ બાળકો એ માતા મમતા અને પીતાનો વાલ ગુમાવ્યો છે.

આ પણ વાંચો :ચાંદખેડામાં 11 માસની બાળકીને વેચવા નીકળે તે પહેલાં મહિલાની ધરપકડ