Not Set/ અમે કોઈ ન પહોંચે તેવુ જ કામ કરીએ છીએ

સૌરાષ્ટ્રમાં પણ અમે નર્મદાના નીર પહોંચાડ્યા છે પણ જાે કોઈ ધારાસભ્ય એમ કહે કે નથી પહોચ્યા તો હું રાજીનામુ આપી દઉં.

Gujarat Mantavya Exclusive
auto 13 અમે કોઈ ન પહોંચે તેવુ જ કામ કરીએ છીએ

 

1. અમે કોઈ ન પહોંચે એવુ જ કામ કરીએ છીએ
વિધાનસભા ગૃહમાં નર્મદા અને જળ સંપત્તિ વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન કામગીરીની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે હળવા મુડમાં જણાવ્યુ કે નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચાડવા માટે અમે મારા કદ કરતા પણ વધુ મોટી પાઈપલાઈન નાખી છે. પાઈપની ઊંચાઈ સમજાવવા તેમણે ઉમેર્યુ કે મારા કદ કરતા પણ વધુ ઊંચી પાઈપ કે જેમાં અમારા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી કદાચ તેમની ઊંચાઈના કારણે પહોંચી શકે. જાકે એ પણ ન પહોંચી શકે તેટલી મોટી પાઈપ છે. પાછળથી ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઈશારો કરીને દર્શાવ્યુ કે એમનો હાથ પહોંચી જાય, ત્યારે નિતિન પટેલે હસતા હસતા જવાબ વાળ્યો કે ના,ના અમે (ભાજપ) તો કોઈ પહોંચી જ ન શકે તેવા કામ જ કરીએ છીએ.
auto 8 અમે કોઈ ન પહોંચે તેવુ જ કામ કરીએ છીએ
2. સૌરાષ્ટ્રમાં નર્મદાનુ પાણી ન પહોચ્યુ હોય તો હું રાજીનામુ આપુ
નાયબ મુખ્યમંત્રી નર્મદા વિભાગની કામગીરી દર્શાવતી વખતે આજે હળવા મુડમાં જાેવા મળ્યા હતા. તેમણે કોંગ્રેસના સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સંબોધીને કહ્યુ કે સૌરાષ્ટ્રમાં પણ અમે નર્મદાના નીર પહોંચાડ્યા છે પણ જાે કોઈ ધારાસભ્ય એમ કહે કે નથી પહોચ્યા તો હું રાજીનામુ આપી દઉં. તરત જ અધ્યક્ષે હળવી મજાક કરતા કહ્યુ કે, હું નહી સ્વીકારુ. બીજી બાજુ કોગ્રેસના ધારાસભ્યોએ ટકોર કરી કે તમારુ જ રાજીનામુ શુ કામ?
અન્ય કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોએ હળવા મુડમાં લાવો રાજીનામુ કહેતા નિતિન પટેલે વળતો જવાબ આપ્યો કે હું શુ કામ રાજીનામુ આપુ. સૌની યોજનામાં કામ ન થયુ હોય તો મારે રાજીનામુ આપવાનુ  થાય.
3. પહેલી તારીખને હજુ વાર છે
નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી મુદ્દે નિવેદન કરતા ગૃહમાં હોબાળો થયો ત્યારે કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દલીલ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ પાછળની બેન્ચ પર બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર બોલવા ઊભા થતા નિતિન પટેલે તેમને ટકોર હતી કે વિરજીભાઈ હજુ પહેલી તારીખને વાર છે. પહેલી સુધી તો પરેશભાઈ છે જ. તરત જ ગેલેરીમાં બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નિતિન પટેલને વળતી કોમેન્ટ કરી હતી કે તમે તો સીએમ બનતા રહી ગયા હતા. આ નિવેદનથી અકળાયેલા નિતિન પટેલે તરત જ વળતા જવાબમાં ક્હયુ કે હું જ્યાં સુધી પહોચ્યો છુ ત્યા સુધી તો તમારી સાત પેઢી પણ પહોંચી નહી શકે. તમારુ (કોંગ્રેસનુ) તો હવે પુરુ જ થઈ ગયુ છે.
4. મુખ્યમંત્રીએ ધારાસભ્ય ચુડાસમાને આપ્યા અભિનંદન
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અગાઉ ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવતા અધ્યક્ષે તેમને ગૃહની ગરીમા જળવાય તેવા વસ્ત્રો પહેરીને આવવા માટે ઠપકો આપી ગૃહની બહાર જવા આદેશ કર્યો હતો. અધ્યક્ષના ઠપકા બાદ છેલ્લા બે દિવસથી ચુડાસમાં શર્ટ પહેરીને ગૃહમાં આવે છે. પ્રથમ દિવસે અધ્યક્ષે તેમને જાેતાવેંત જ કહ્યુ હતુ કે વિમલભાઈ તમે શર્ટમાં બહુ સ્માર્ટ લાગો છો. આજે ફરી અધ્યક્ષે વિમલ ચુડાસમાને જાહેરમાં વધુ એક વખત અભિનંદન આપતા કહ્યુ કે, વિમલભાઈ સીએમએ તમને અભિનંદન આપ્યા છે. તમે શર્ટમાં ખુબ સ્માર્ટ દેખાવ છો.
5. સમયપાલન બદલ સભ્યોને અધ્યક્ષે અભિનંદન આપ્યા
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી શિસ્ત અને સમયપાલન કરનારા ધારાસભ્યોને બિરદાવવાનું ક્યારેય ચુકતા નથી. શનિવારે તેમણે શિસ્ત પાલન કરનારા વિપક્ષ અને સત્તાપક્ષ બંનેના ધારાસભ્યોને નામ સાથે બિરદાવ્યા હતા. આજે પણ તેમણે સમયપાલન મુદ્દે સભ્યોને અભિનંદન આપ્યા હતા. માગણીઓ પરની ચર્ચા દરમિયાન જ્યારે ધારાસભ્યો બોલવા માટે ઊભા થાય ત્યારે તેમને બોલવા માટે મિનિટો નક્કી થયેલી હોય છે. મોટા ભાગના ધારાસભ્યો આ સમયપાલન સાથે તેમનુ વક્તવ્ય પુરુ કરી શકતા નથી અને અધ્યક્ષે તેમને અટકાવવા પડે છે. પણ આજે ગૃહમાં કેટલાક ધારાસભ્યોએ સમયમર્યાદામાં જ તેમનું વક્તવ્ય પુરુ કરતા અધ્યક્ષે તેમને જાહેરમાં સમયમર્યાદા જાળવવા બદલ અભિનંદન આપ્યા હતા.