Cyber Crime/ ગુજરાતમાં ફેક ન્યૂઝ ફેલાવનારી 3 YouTube ચેનલના સંચાલકો સામે સાયબર ક્રાઈમની કડક કાર્યવાહી

પાંચ યુટ્યૂબ ન્યુઝ ચેનલ જેમ કે JD ન્યુઝ, એજ્યુકેશન ટ્રેન્ડ, ગુજરાતી મીડિયા ન્યુઝ, ગુજરાત એક સાગર, યુવરાજ રબારી ફેન ક્લબ નામની ચેનલના સંચાલકો સામે ગુનો નોંધી ધરપકડ કરી…

Gujarat
Gujarat Cyber Crime

રવિ ભાવસાર (ક્રાઈમ રિપોર્ટર)

Gujarat Cyber Crime: 21 સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા એક મહત્ત્વનું પાસું બની ગયું છે. આ પાસાનો ઉપયોગ જો ખરાબ રીતે કરવામાં આવે તો તમારા નામે અનેક ગુનાઓ નોંધાઈ શકે છે. આવો જ એક કેસ સામે આવ્યો છે જેમાં આરોપીઓ યુટ્યૂબ ચેનલ બનાવીને તેમાં ખોટા સમાચાર ફેલાવતા હતા અને યુટ્યૂબ ચેનલથી લાખો રૂપિયા કમાતા હતા. આખરે સાયબર ક્રાઇમે આ માસ્ટમાઇન્ડ આરોપીઓની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ થકી પકડાયેલા આ આરોપીઓના નામ સુરેશ પરમાર, જીગર ધામેલીયા અને સુરેશ લુહાર છે. આ આરોપીઓનો આભ્યાસ તો સામાન્ય છે પણ તેમની વિચારસરણી ઉચ્ચ કક્ષાના ગુનેગાર જેવી છે. પૈસા કમાવવાની લાયમાં આ ત્રણે આરોપીઓ છેલ્લા એક વર્ષથી ગુજતરાતની અલગ-અલગ ઘટનાઓ અંગે સમાચાર બનાવી યુટ્યૂબ પર અપલોડ કરી લાઈક અને વ્યુ મેળવતા હતા, જેના આધારે તેમને પૈસા મળતા હતા.

આ યુટ્યૂબ ચેનલમાં દ્વારકા મંદિર તણાઈ ગયું, રથયાત્રામાં હુમલો થયો જેવા ખોટા અને સનસની ફેલાવતા સમાચાર અપલોડ થયેલા હતા. આવા ફેક ન્યૂઝથી આરોપીઓને અંદાજીત એક લાખ રૂપિયા મહિને મળતા હતા. સાયબર ક્રાઇમે આવા ભય ફેલાવતી પાંચ યુટ્યૂબ ન્યુઝ ચેનલ જેમ કે JD ન્યુઝ, એજ્યુકેશન ટ્રેન્ડ, ગુજરાતી મીડિયા ન્યુઝ, ગુજરાત એક સાગર, યુવરાજ રબારી ફેન ક્લબ નામની ચેનલના સંચાલકો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Tweet/ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પીએમ મોદીને મળ્યા

આ પણ વાંચો: Politics/ કોંગ્રેસ બાદ હવે TMCના મુખપત્ર ‘જાગો બાંગ્લા’એ શિન્ઝો આબેની હત્યાને અગ્નિપથ યોજના સાથે જોડી, લખી આ મોટી વાત

આ પણ વાંચો: અમેરિકા/ ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવાની રાષ્ટ્રપતિની મંજૂરી, જો બિડેન દ્વારા હસ્તાક્ષર