Not Set/ વડોદરા/ SSG હોસ્પિટલ આગકાંડનાં CCTV ફૂટેજ આવ્યા સામે , જૂઓ કેવી રીતે લાગી હતી આગ

ધમણ વેન્ટિલેટરે ફરી એક વખત વિવાદની હવા ફૂંકી હોવાનું સામે આવી રહ્યું છે. ધમણ વેન્ટિલેટરે ફરી વધુ એક વિવાદમાં આવ્યું છે. વડોદરાની આગ પાછળ ધમણ કારણભૂત હોવાની શંકા સેવાવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, SSG હોસ્પિટલમાં ગઇકાલે લાગી આગમાં ધમણ વેન્ટિલેટર સળગીને થઇ ખાખ ગયું છે. ધમણનાં કારણે જ આગ લાગ્યાનો આરોપ મુકાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ધમણને લઇને અનેક વિવાદ થયાં હતા. […]

Gujarat Vadodara
d9b8494baaf6e70301f2e6d21d6213be વડોદરા/ SSG હોસ્પિટલ આગકાંડનાં CCTV ફૂટેજ આવ્યા સામે , જૂઓ કેવી રીતે લાગી હતી આગ

ધમણ વેન્ટિલેટરે ફરી એક વખત વિવાદની હવા ફૂંકી હોવાનું સામે આવી રહ્યું છે. ધમણ વેન્ટિલેટરે ફરી વધુ એક વિવાદમાં આવ્યું છે. વડોદરાની આગ પાછળ ધમણ કારણભૂત હોવાની શંકા સેવાવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, SSG હોસ્પિટલમાં ગઇકાલે લાગી આગમાં ધમણ વેન્ટિલેટર સળગીને થઇ ખાખ ગયું છે. ધમણનાં કારણે જ આગ લાગ્યાનો આરોપ મુકાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ધમણને લઇને અનેક વિવાદ થયાં હતા. જો કે, આગની ઘટનાને લઇને તપાસ કમિટીની રચના કરાઇ છે અને 5 સભ્યોની કમિટી 7 દિવસમાં પોતાનો અહેવાલ સુપ્રત કરશે.

સળગતા સવાલ

આગનું સાચું કારણ આવશે બહાર?

શોર્ટ સરકીટથી આગ લાગી, પરંતુ શોર્ટ સરકીટ થવાનું કારણ શું ?

ધમણ વેન્ટિલેટર આમ તો અનેક બાબાતે અને સતત વિવાદમાં રહ્યું છે. પૂર્વે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ધમણ સામે સવાલ ઉઠયો હતો અને એક પત્રકારે પણ તેમા સંબંધીનાં મોત પાછળ ધમણને જવાબદાર ઠેરવ્યું હતુ. અન્ય રાજ્યોએ પણ ધમણનાં ઓર્ડર કેન્સલ કર્યા હતા. પી.એમ કેરમાંથી ટ્રાન્સફર થયેલાં ફંડ અંગે પણ વિવાદ બહાર આવ્યો હતો. હવે વડોદરાની આગ પાછળ પણ ધમણ કારણભૂત? જો કે, ધમણ બનાવતી કંપનીનાં માલિક દ્વારા તમામ બેબતે અનેક વખત સ્પષ્ટતા કરવામાં આવી છે છાતા પણ વિવાદ ધમણનો પીછો છોડતો જ નથી.

જૂઓ વડોદરાની SSG હોસ્પિટલમાં આગનાં CCTV ફૂટેજ

વડોદરા: SSGહોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની અને ફરી ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હોવાનું અનુમાન સેવવામં આવતા ઘમણ આ આગની વધુ એક વખત ચર્ચામાં આવ્યું. ઘટનાને લઇને SSG હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટનું નિવેદન સામે આવ્યું છે. ધમણ વેન્ટિલેટરને લઇને સુપ્રિન્ટેન્ડેન્ટનાં ગોળ ગોળ જવાબ સાંભળવામાં આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીતમાં SSG સુપ્રિન્ટેન્ડેન્ટ રંજન ઐયરે ગોળગોળ વાત કરતા જણાવી રહ્યા છે કે, આગની ઘટનાને લઇને તપાસ કમિટીની રચના કરાઇ છે. 5 સભ્યોની કમિટી 7 દિવસમાં અહેવાલ સુપ્રત કરશે. આગનાં કારણો જાણવા પુરાવા કમિટી મેળવશે. અને SSG આગની ઘટનાનો રાજ્ય સરકારને રિપોર્ટ કરાશ.

તમામ હકીકતો અને વાતો – અનુમાનો વચ્ચે  વડોદરાની SSG હોસ્પિટલમાં આગનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. વડોદરાની SSG હોસ્પિટલની આગના સીસીટીવી ફૂટેજ હાલ તો કહી રહ્યા છે કે, ગઈકાલે સાંજે હોસ્પિટલમાં લાગેલી આગ, આઈસીયુ વોર્ડમાં લાગી હતી અને આગ લગવાનું કારણ સીસીટીવીમાં દ્રશ્યમાન થાય છે કે, શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગતા દર્દીઓ ભાગવા લાગ્યા હતા. 

જૂઓ વડોદરાની SSG હોસ્પિટલમાં આગનાં CCTV ફૂટેજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews