Not Set/ બાંગ્લાદેશ: શેખ હસીનાએ ચોથી વખત પીએમની ખુરશી કરી પોતાને નામ

ભારે હિંસા પછી આખરે બાંગ્લાદેશના વડાપ્રધાનનું નામ જાહેર થઇ ગયું છે. શેખ હસીનાએ ચોથી વખત જીત મેળવીને પીએમની ખુરશી પોતાને નામ કરી લીધી છે. હિંસક ચૂંટણી વચ્ચે આખરે પીએમનું નામ જાહેર થઇ ગયું છે. 71 વર્ષીય શેખ હસીના વર્ષ ૨૦૦૯થી પીએમની ખુરશી સંભાળતા આવ્યા છે. AFP News Agency: Bangladesh Prime Minister Sheikh Hasina's party wins […]

Top Stories World Trending Politics

ભારે હિંસા પછી આખરે બાંગ્લાદેશના વડાપ્રધાનનું નામ જાહેર થઇ ગયું છે. શેખ હસીનાએ ચોથી વખત જીત મેળવીને પીએમની ખુરશી પોતાને નામ કરી લીધી છે. હિંસક ચૂંટણી વચ્ચે આખરે પીએમનું નામ જાહેર થઇ ગયું છે.

71 વર્ષીય શેખ હસીના વર્ષ ૨૦૦૯થી પીએમની ખુરશી સંભાળતા આવ્યા છે.

દેશમાં કુલ ૧૦.૪૧ કરોડ મતદાતાઓ હતા.

દેશભરમાં આ સામાન્ય ચુંટણીને લઇ સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. અંદાજે ૬૦ હજાર સૈનિકો, અર્ધસૈનિક બળોના જવાનો તેમજ પોલીસકર્મીઓને તૈનાત કરાયા હતા.

જો કે ચુંટણીના વોટિંગ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ પણ બની હતી, જેમાં ૧૭ લોકોના મોત થયા છે.

રવિવારે રંગમતી અને ચંટગાવ જિલ્લામાં મતદાન કેન્દ્ર પર થયેલી હિંસામાં એક સ્થાનિક જુબો લીગના નેતા અને જતિયા પાર્ટીના એક કાર્યકર્તાનું પણ મોત થયું હતું. આ ઉપરાંત બોગુરા-૪માં BNPના સભ્યો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં અવામી લીગના કાર્યકર્તાનું મોત થયું હતું.