Vibrant investment/ વાઇબ્રન્ટ ગુજરાત પૂર્વે એક જ દિવસમાં 23 એમઓયુ અને એક લાખ કરોડના રોકાણને મંજૂરી

વાઇબ્રન્ટ ગુજરાત 2024ની પૂર્વતૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. આગામી વાઇબ્રન્ટ 2024 પૂર્વે ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગાંધીનગરમાં એક જ દિવસમાં 23 સમજૂતીપત્રો (એમઓયુ) પર સહીસિક્કા કરવામાં આવ્યા છે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 57 વાઇબ્રન્ટ ગુજરાત પૂર્વે એક જ દિવસમાં 23 એમઓયુ અને એક લાખ કરોડના રોકાણને મંજૂરી

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત 2024ની પૂર્વતૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. આગામી વાઇબ્રન્ટ 2024 પૂર્વે ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગાંધીનગરમાં એક જ દિવસમાં 23 સમજૂતીપત્રો (એમઓયુ) પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ એમઓયુ એક લાખ કરોડના હોવાનું મનાય છે. તેની સાથે આ એક લાખ કરોડના એમઓયુ લગભગ એક લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપે તેમ માનવામાં આવે છે.

રાજ્ય સરકારે તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની તૈયારીને અંતિમ ઓપ આપતા દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગો સાથે એમઓયુ કરવા માંડ્યા છે. આ શ્રેણીમાં હવે જિલ્લા દીઠ એમઓયુ પણ કરવામાં આવી રહ્યા છે. એમઓયુની અત્યાર સુધી યોજાય ચૂકેલી 13 શ્રેણીમાં કુલ 77 એમઓયુના પગલે 35 હજાર કરોડના સંભવિત રોકાણ થયા છે.

આ સિવાય બુધવારે એમઓયુ પર સહીસિક્કાની 14મી શ્રેણીના ભાગરૂપે 23 એમઓયુની સાથે કુલ એક લાખ કરોડના સંભવિત રોકાણના એમઓયુ થયા હતા. આમ આજના દિવસ સુધી 100 એમઓયુ સાથે 1.35 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ સાથે એમઓયુ થયા છે.

હાલમાં કરવામાં આવેલા એમઓયુથી મોટાપાયા પર રોજગાર સર્જન થશે. સૌથી વધુ એમઓયુ ઉર્જા સેક્ટરમાં કરવામાં આવ્યા છે. તેમા કુલ 45,600 કરોડના અંદાજિત રોકામ સાથે 45000 રોજગારનું સર્જન થશે. જ્યારે પોર્ટમાં 27,271 કરોડના અંદાજિત રોકાણ સાથે 10 હજારથી વધુના રોજગારનું સર્જન થશે. મિનરલ પ્રોજેક્ટ્સમાં 4,000 કરોડ રૂપિયાના અંદાજિત રોકાણના પગલે બે હજારનું રોજગાર સર્જન થશે.

એન્જિનીયરિંગ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં 13,070 કરોડના અંદાજિત રોકાણ સાથે 8,000થી વધુના રોજગારનું સર્જન થશે. આ સિવાય ટેક્સ્ટાઇલ, એપેરેલ તથા કેમિકલની સાથે પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં 4,469 કરોડના અંદાજિત રોકાણ સાથે 34 હજારથી વધુનો રોજગાર સર્જાશે.  કેમિકલ તથા પેટ્રોકેમિકલમાં પણ સાડા ચાર હજાર કરોડનું રોકાણ, શિક્ષણ ક્ષેત્રમાં 3,100 કરોડથી વધુના રોકાણ સાથે કુલ 40 હજારના રોજગારનું સર્જન થશે. એગ્રો-ફૂડ પ્રોસેસિંગમાં 3,500 કરોડના અંદાજિત રોકામ સાથે હજારથી વધુ માટે રોજગાર સર્જાશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ