Not Set/ ગીર-સોમનાથમાં વિદેશી દારૂ ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ, નામચીન બુટલેગરની ધરપકડ

ગીર-સોમનાથ, ગીર-સોમનાથમાં વિદેશી દારૂ ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ હતી. આ ફિશિંગ બોટમાંથી 19 લાખ જેટલો દારૂ ઝડપાયો હતો. સાથો સાથ નામચીન બુટલેગરની પણ પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે. 31ડીસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બુટલેગરો વિદેશી દારૂનો સ્ટોક કરી રહ્યા છે. દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો અવનવી તકનીકો અપનાવતા હોય છે. […]

Top Stories Gujarat Others Videos
mantavya 309 ગીર-સોમનાથમાં વિદેશી દારૂ ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ, નામચીન બુટલેગરની ધરપકડ

ગીર-સોમનાથ,

ગીર-સોમનાથમાં વિદેશી દારૂ ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ હતી. આ ફિશિંગ બોટમાંથી 19 લાખ જેટલો દારૂ ઝડપાયો હતો. સાથો સાથ નામચીન બુટલેગરની પણ પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે.

31ડીસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બુટલેગરો વિદેશી દારૂનો સ્ટોક કરી રહ્યા છે. દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો અવનવી તકનીકો અપનાવતા હોય છે.

ત્યારે હવે દરિયાઇ માર્ગે વેરાવળ બંદર પર ફિશિંગ બોટમાં દારૂ લાવવામાં આવ્યો હતો. જેની બાતમી એલસીબી પોલીસને મળી હતી. બાતમીના આધારે તપાસ કરતાં એલસીબી પોલીસને આ ફિશિંગ બોટમાંથી 19.34 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જે પોલીસે જપ્ત કર્યો હતો. સાથે એકની ધરપકડ કરી છે. જ્યારે ચાર જેટલા બુટલેગરો પોલીસે હાથે તાળે આપીને નાસી છૂટ્યા હતા. મહત્વની વાત તો એ છે કે આટલો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા સમુદ્રની સુરક્ષાને લઇને પણ અનેક સવાલો ઉભા થયા છે.