રાજકોટ/ રાજકોટ માં મુસાફરોના પરિવહન સ્થળોએ ડ્રગ રેકેટ ભેદવા સઘન ચેકીંગ હાથ ધરાયું

રાજકોટ  શહેરમાં  નશાના કાળા કારોબારને ડામવા રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી રહી છે.

Gujarat Rajkot
Untitled 304 3 રાજકોટ માં મુસાફરોના પરિવહન સ્થળોએ ડ્રગ રેકેટ ભેદવા સઘન ચેકીંગ હાથ ધરાયું

સૌરાષ્ટ્રની  શાન  તરીકે જેની ઓળખ છે તેવા  રાજકોટ  શહેરમાં  નશાના કાળા કારોબારને ડામવા રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે રાજકોટ SOG પોલીસ દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અને દૂષણો ડામવા સ્નિફર ડોગ તથા નાર્કોટિક્સ ડિટેક્શન કિટ મારફત બસપોર્ટ, રેલવે સ્ટેશન સહિત જાહેર જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી. જેમાં જ્યભરમાંથી માદક પદાર્થનો જંગી જથ્થો પકડાયાના પગલે શહેર પોલીસ હરકતમાં આવી એસ.ઓ.જી. અને ક્યુઆરટી ટીમ સ્નીફર ડોગ સાથે પરિવહન સ્થળોએ સઘન ચેકીંગ હાથ ધરી શંકાસ્પદ મુસાફરો અને બિનવારસી માલ-સામાનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો ;કચ્છ / કેન્દ્રીય એટમિક એનર્જીની ટીમ મુંદ્રા પોર્ટ મોકલાઇ, શંકાસ્પદ વસ્તુઓ સાથે ચીનનું શિપ ઝડપાયું હતું

મળતી માહિતી મુજબ તાજેતરમાં મુન્દ્રા, સલાયા, મોરબીના ઝીંઝુડા અને ખંભાળિયા નજીકથી જંગી માત્રામાં હેરોઇનનો જથ્થો પકડાયાનીઘટનાને પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરમાં નશીલા પદાર્થના વેંચાણ અને હેરાફેરીને કડક હાથે ડામી દેવા આપેલી સુચનાને પગલે સ્ટાફ હરકતમાં આવ્યો હતો. સુચનાને પગલે એસ.ઓ.જી. પો.ઇન્સ. આર.વાય.રાવલ શહેરમાં નાકોટીક્સ પદાર્થની હેરાફેરી કે વેંચાણ કરતા અને અસામાજીક પ્રવૃતિ આચરનારા કે આ પ્રકારના નાકોટીક્સ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચના  આપી છે.

આ પણ વાંચો ;National / દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આ તારીખથી થઈ શકે છે શરૂ

રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય જે  શહેરની ક્યુઆરટી ટીમ સ્નીફર ડોગની ટીમ સાથે રાખી રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ પોર્ટ તથા રેલ્વે જંક્શન જેવી જાહેર જગ્યાઓએ તેમજ તે જગ્યાઓએ પરિવહન કરતી બસો તથા ટ્રેનોમા સ્નીફર ડોગ દ્વારા રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન ઉપર મુસાફરી કરતા મુસાફરોનો શંકાસ્પદ તેમજ બિનવારસી માલસામાનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું તેમજ શંકાસ્પદ જણાતા ઇસમોનું ડીટેક્શન કીટ દ્વારા તપાસણી કરવામાં આવી હતી.