આગાહી/ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે.

Top Stories Gujarat
5 31 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
  • 7 ઓક્ટોબર પછી રાજ્યમાં વાવાઝોડાની શક્યતા
  • દ. ગુજરાત અને દ. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ
  • અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા
  • 7 ઓક્ટોબર પછી વરસાદી સિસ્ટમ થશે કાર્યરત
  • સિસ્ટમ કાર્યરત થતા અરબ સાગરમાં બની શકે છે ચક્રવાત

ગુજરાતમાં  હાલ  વરસાદ ની મોસમ પૂરબહાર છે, એવામાં અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. ગુજરાતમાં 7 ઓક્ટોબર બાદ વાવાઝોડા આવી શકે છે, હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે. તેમ છતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે. આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે.ગુજરાતમાં 7 ઓક્ટોબર બાદ વાવાઝોડા આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કાંઠે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. 7 ઓકટોબર બાદ વરસાદી સિસ્ટમ કાર્યરત થશેઆ સિસ્ટમ લો પ્રેશર બનશે. જેના લીધે અરબ સાગરમાં ચક્રવાત બની શકે છે.