Not Set/ “શેર તો અમે શવા શેર”, ભારતે ૨૯ જેટલી વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી અમેરિકાને આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી, અમેરિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભારતીય સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે ત્યારે હવે મોદી સરકાર દ્વારા આ મામલે અમેરિકાને વળતો જવાબ આપવામાં આવ્યો છે. ભારત દ્વારા અમેરિકાની ૨૯ જેટલી પ્રોડ્કટ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સબંધમાં ભારત દ્વારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ એક નોટિફિકેશન પણ રજૂ કરવામાં આવી ચુક્યું છે. […]

Top Stories Trending Business
49105 Govt recommends 372 "શેર તો અમે શવા શેર", ભારતે ૨૯ જેટલી વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી અમેરિકાને આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી,

અમેરિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભારતીય સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે ત્યારે હવે મોદી સરકાર દ્વારા આ મામલે અમેરિકાને વળતો જવાબ આપવામાં આવ્યો છે. ભારત દ્વારા અમેરિકાની ૨૯ જેટલી પ્રોડ્કટ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સબંધમાં ભારત દ્વારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ એક નોટિફિકેશન પણ રજૂ કરવામાં આવી ચુક્યું છે.

નાણા મંત્રાલય દ્વારા ૪ ઓગસ્ટથી આ ડ્યુટી લાગુ કરવા માટે એક નોટિફિકેશન જાહેર કરાયું છે. બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, ભારત સરકાર આ નિર્ણય બાદ ભારત બંને દેશો વચ્ચે ટ્રેડ વોર શરુ થવાની સંભાવના છે.

ભારત દ્વારા અમેરિકાની જે પ્રોડક્ટ પર કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, એમાં આયર્ન, લોખંડ, સ્ટીલ પ્રોડક્ટ્સ, સફરજન, નટ્સ, ટ્યુબ, પાઈપ ફિટિંગ, બોલ્ટ, નાસપતિ, સફરજન, મસૂર દાળ સહિતની કુલ ૨૯ ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટી વધારવામાં આવી છે.

નાણા મંત્રાલયની સૂચના મુજબ, ચણા, બંગાળ ગ્રામ (ચણા) અને મસૂર દાળ પરની અગાઉની આયાત ડ્યૂટીને ૩૦ ટકાથી વધારીને ૭૦ ટકા કરી દેવામાં આવી છે, જ્યારે મસૂરનો ભાવ ૩૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરવામાં આવ્યો છે.

યુએસમાંથી આયાત કરાયેલા બદામની આયાત ડ્યૂટી હવે ૧૨૦/ કિલો રૂપિયા થઇ જશે, જે પહેલા રૂા. ૧૦૦/ કિલો જેટલી હતી, જયારે શેલના બદામની આયાત ડ્યુટી રૂ. ૩૫/ કિલોતથી વધી રૂ. ૪૨/ કિ.ગ્રા.થઇ શકે છે.

ભારત સરકાર દ્વારા ૧૮ મેના રોજ આ પ્રસ્તાવ માટે કરાયું હતું સંશોધન

આ પહેલા ભારત દ્વારા ગત ૧૮ મેના રોજ અમેરિકાની ૨૦ પ્રોડ્કટ પર ૧૦ ટકાથી લઇ ૧૦૦ ટકા સુધીની ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. ભારત દ્વારા જે અમેરિકી વસ્તુઓ પર આયાત ડ્યુટી વધારવા માટે પ્રસ્તાવ આપ્યો હતો, જેમાં સફરજન, બદામ અને મોટરસાયકલ શામેલ છે.

જો કે આ પ્રસ્તાવ બાદ ભારત દ્વારા અમેરિકાને ૨૧ જૂન સુધી પોતાની ડ્યુટીમાં ફેરફાર કરવા માટે સમય આપ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ અમેરિકા દ્વારા કોઈ જરૂરી પગલું ન ઉઠાવ્યા બાદ સરકાર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

અમેરિકા દ્વારા ઈમ્પોર્ટ ડ્યુટી વધાર્યા બાદ ભારતને ૨૪.૧૦ કરોડ ડોલરનું થયું હતું નુકશાન

મહત્વનું છે કે, આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત ૯ માર્ચના રોજ ભારતથી આયાત થનારા એલ્યુમિનિયમ અને સ્ટીલ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી હતી. ટ્રમ્પ સરકાર દ્વારા સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ ૧૦ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા અમેરિકાને વર્ષ દર્મીયબ સ્ટીલ અને એલ્યુમિનિયમની કુલ ૧.૫ બિલિયન ડોલરની નિકાસ કરવામાં આવે છે.

ટ્રમ્પ સરકારના આ આદેશ બાદ ભારતને અંદાજે ૨૪.૧૦ કરોડ ડોલર રૂપિયાનો ઝટકો લાગ્યો હતો. ત્યારે હવે ભારતને અમેરિકાની તેની જ ભાષામાં વળતો જવાબ આપ્યો છે.