Stock Market/ શેરબજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સ ઓલટાઇમ હાઈ 70146 પર ખૂલ્યો

IT સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે અને આજે 3 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. ઈન્ફોસિસમાં 1.93 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને વિપ્રો 1.89 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

Top Stories Business
sharemarketupdate 21678217739481 1 શેરબજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સ ઓલટાઇમ હાઈ 70146 પર ખૂલ્યો

ભારતીય શેરબજારમાં વિસ્ફોટક શરૂઆત થઈ. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર સ્થિર રાખવાના નિર્ણયને કારણે ગઈકાલે યુએસ માર્કેટમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. તેની અસર ભારતીય શેરબજારો પર પણ જોવા મળી રહી છે અને તે ધમાકા સાથે ખુલ્યા છે.

સ્થાનિક બજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 561.49 પોઈન્ટ અથવા 0.81 ટકાના વધારા સાથે 70,146 પર ખુલ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 184.05 પોઈન્ટ અથવા 0.88 ટકાના પ્રભાવશાળી વધારા સાથે 21,110.40 પર ખુલ્યો હતો.

બજાર ખૂલ્યા પછી બેન્ક નિફ્ટી 47,718ના સ્તરે પહોંચી ગયો હતો, જે 626.30 પોઈન્ટ અથવા 1.33 ટકાની નવી ઊંચી સપાટી છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને તેમાંથી બંધન બેન્ક ટોપ ગેનર લિસ્ટમાં ટોપ પર છે.

બજાર ખુલ્યા બાદ તરત જ નિફ્ટીના 50માંથી 50 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ટોપ ગેઇનર્સમાં HCL ટેક 2.74 ટકા અને ટેક મહિન્દ્રા 2.45 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્ફોસિસમાં 1.93 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને વિપ્રો 1.89 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

IT સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે અને આજે 3 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. બજાર ખુલતાની સાથે જ IT ઈન્ડેક્સ 2 ટકા વધીને 33713 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ મહિનો રોકાણકારો માટે ઘણો સારો રહ્યો. બજારમાં સતત એક પછી એક જુદી-જુદી કંપનીના IPOઆવી રહ્યા છે. 13મી ડિસેમ્બરે બજારમાં ડોમ્સ અને ઈન્ડિયા શેલ્ટર સફળતાપૂર્વક લોન્ચ થયા બાદ 14મીએ આઇનોક્સ સીવીએ લોન્ચ થવા જઇ રહ્યું છે. આ પછી, 18મી ડિસેમ્બરે વધુ બે વિસ્ફોટક IPO બજારમાં આવવા જઈ રહ્યા છે. આ બંને કંપનીઓ નફામાં ચાલતી હોવાથી  તેમના IPOને ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. શેરબજાર છેલ્લા કેટલાક દિવસથી નવા રેકોર્ડ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.આજે ધમાકેદાર શરૂઆત થતા રોકાણકારો માટે લાભનો દિવસ રહેશે.