Not Set/ વકીલો દ્વારા કોર્ટમાં કઈ દલીલો કરવામાં આવી કે ત્યારબાદ સલમાનનો પક્ષ બન્યો મજબૂત, જુઓ

જોધપુર, છેલ્લા ૨૦ વર્ષ જુના કાળિયાર મારવાના કેસમાં જોધપુરની મેટ્રોપોલિટીન કોર્ટ દ્વારા બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ૫ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જો કે ત્યારબાદ સલમાન ખાન દ્વારા જમાનત અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી શનિવારના રોજ હાથ ધરાઈ હતી. શનિવાર બપોરે ત્રણ વાગ્યે જોધપુરના ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રવિન્દ્ર કુમાર જોશીએ સુનાવણી હાથ […]

India
llll વકીલો દ્વારા કોર્ટમાં કઈ દલીલો કરવામાં આવી કે ત્યારબાદ સલમાનનો પક્ષ બન્યો મજબૂત, જુઓ

જોધપુર,

છેલ્લા ૨૦ વર્ષ જુના કાળિયાર મારવાના કેસમાં જોધપુરની મેટ્રોપોલિટીન કોર્ટ દ્વારા બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ૫ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જો કે ત્યારબાદ સલમાન ખાન દ્વારા જમાનત અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી શનિવારના રોજ હાથ ધરાઈ હતી.

શનિવાર બપોરે ત્રણ વાગ્યે જોધપુરના ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રવિન્દ્ર કુમાર જોશીએ સુનાવણી હાથ ધરતા સલમાન ખાનની જમાનત અરજી મંજુર કરી હતી અને ૫૦ હજાર રૂપિયાના બોન્ડ બાદ જમાનત આપી હતી. કોર્ટના આદેશ બાદ સલમાન ખાન બે દિવસની જેલની સજા ભોગવ્યા બાદ બહાર આવ્યો છે.

બીજી બાજુ જમાનત અરજી અંગેની સુનાવણી દરમિયાન સલમાનના વકીલોએ તેને જામીન કેમ આપવા જોઇએ તે માટે દલીલો કરી હતી જયારે બિશ્નોઇ સમાજના વકીલ અને સરકારી વકીલ સલમાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો પરંતુ બોલીવુડના સુલતાન કહેવાતા સલમાન ખાનને જમાનત મળ્યા બાદ અંતે જેલમાંથી બહાર આવવું સંભવ બન્યું છે.

પરંતુ સલમાન ખાનની જમાનત અરજી માટે વકીલ દ્વારા કરાયેલી આ પાંચ દલીલોના કારણે સલમાનને બેલનો દાવો મજબૂત થઇ હતી :

૧. સલમાનના વકીલે કોર્ટમાં જણાવ્યું, “આ ૨૦ વર્ષોમાં સલમાને હંમેશા કોર્ટનું સન્માન કર્યું છે. ૨૦ વર્ષના સમયગાળામાં ક્યારેય પણ બેલ જંપ કરવામાં આવી નથી અને હંમેશા સુનાવણી દરમિયાન કોર્ટમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે. તેઓએ તપાસમાં પણ જરૂરી તમામ સહયોગ આપ્યો છે”.

૨. વકીલ મહેશ બોરાએ જણાવ્યું, “સલમાન નિર્દોષ છે, તેઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. જો કે ત્યારબાદ જમાનત પછી બોરાએ કહ્યું, અમને ન્યાય મળ્યો છે”.

૩. સલમાનના વકીલ દ્વારા પોતાની દલીલમાં કાળિયાર કેસ સાથે જોડાયેલા આર્મ્સ એક્ટના મામલાનું ઉદાહરણ આપતા જણાવ્યું, એ પૃષ્ટિ કરવામાં આવી નથી કે સલમાનની બંદૂક ઘટનાસ્થળે હતી. તેઓને આ કેસમાં હાઇકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવી ચુક્યા છે.

૪. વકીલે પોતાની દલીલમાં કહ્યું, “સલમાનને જમાનત આપવામાં આવી જોઈએ. જમાનત ન આપવી એ તેઓના અધિકારીઓનું હનન કહેવાશે”.

૫. સલમાન ખાનના વકીલ બોરાએ જણાવ્યું, જયારે સલમાનને જમાનત આપવામાં ન આવી હોત ત્યારે કોઈ કારણ વગર કેટલોક વધુ સમય જેલમાં વિતાવવો પડશે.આ ઉપરાંત તેઓએ સવાલો પણ ઉઠાવ્યા હતા કે સલમાન ખાને જેલમાં વિતાવેલા દિવસો માટે જવાબદાર કોણ હશે ? આ દરમિયાન વકીલે સલમાન દ્વારા કરાયેલા સામાજિક કાર્યો અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.