Not Set/ અનંતનાગમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ડૂરુ વિસ્તારના કરીરીમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે

Top Stories India
2 15 અનંતનાગમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ડૂરુ વિસ્તારના કરીરીમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે  શોપિયાના પંડોશન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવારે સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.અધિકારીએ જણાવ્યું કે જ્યારે સુરક્ષાકર્મીઓ વિસ્તારની ઘેરાબંધી કરી રહ્યા હતા ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. જેમાં એક સામાન્ય નાગરિકનું મોત થયું હતું જ્યારે એક સૈનિક સહિત બે લોકો ઘાયલ થયા હતા. અંધારા અને સામાન્ય લોકોની હાજરીનો લાભ લઈને, આતંકવાદીઓ એન્કાઉન્ટર સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા અને તેની શોધ ચાલુ છે,

આ પહેલા શુક્રવારે અનંતનાગમાં જ સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારના સિર્ચન ટોપ ફોરેસ્ટ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.