Not Set/ મેહુલ ચોકસી કેસ :બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં

પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) ના કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ભાગેડુ મેહુલ ચોકસીના ભારત લાવવા માટે તેના મેડીકલ રીપોર્ટ મંગાવવાના બોમ્બે હાઇકોર્ટના આદેશ સામે કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મેહુલ ચોકસી પી.એન.બી. કૌભાંડના મુખ્ય આરોપીઓમાંથી એક છે અને આ સમયે કેરેબિયન દેશ એન્ટિગુઆમાં ત્યાનું નાગરિકત્વ લઈને વસી રહ્યો છે.પીએનબી સ્કેમની તપાસ કરી રહેલ […]

Top Stories India
psdx 3 મેહુલ ચોકસી કેસ :બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં

પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) ના કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ભાગેડુ મેહુલ ચોકસીના ભારત લાવવા માટે તેના મેડીકલ રીપોર્ટ મંગાવવાના બોમ્બે હાઇકોર્ટના આદેશ સામે કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

મેહુલ ચોકસી પી.એન.બી. કૌભાંડના મુખ્ય આરોપીઓમાંથી એક છે અને આ સમયે કેરેબિયન દેશ એન્ટિગુઆમાં ત્યાનું નાગરિકત્વ લઈને વસી રહ્યો છે.પીએનબી સ્કેમની તપાસ કરી રહેલ સીબીઆઈ અને ઇડી મેહુલને ભારત પાછો લાવવા કોશિશ કરી રહી છે.

મેહુલ ચોકસીએ કોર્ટને એવું જણાવ્યું છે કે તેની તબિયત ખરાબ હોવાને કારણે તે સારવાર માટે વિદેશ ગયો છે,આર્થિક કૌભાંડને કારણે નહિ.

તપાસ એજન્સીઓએ મેહુલની ખરાબ તબિયત અંગે કોર્ટમાં સવાલો ઉભા કર્યા છે.જો કે બોમ્બે હાઈકોર્ટે મેહુલ ચોકસીના મેડીકલ રીપોર્ટ મંગાવ્યા છે.બોમ્બે હાઇકોર્ટના આ આદેશ સામે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે તે મહેુલ ચોકસીના મેડીકલ રીપોર્ટ મામલામાં તાત્કાલિક સુનાવણીની માગણી કરનાર કેન્દ્રની અરજી ધ્યાનમાં લેશે.

કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચને કહ્યું કે હાઇકોર્ટના આ આદેશથી મેહુલ ચોકસીને ભારત લાવવાના સરકારના પ્રયાસો પર પ્રતિકૂળ અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટ કહ્યું કે તે સરકારની અરજી પર વિચારણા કરશે અને તેને સૂચિત કરવા સંબંધી આદેશ આપશે.

બોમ્બે હાઈકોર્ટે ચોકસીના સંપૂર્ણ રીતે સ્વસ્થ ન હોવાના દાવા પર ધ્યાન આપતા તેના વકીલને તેની મેડીકલ રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે, જેથી તે જાણી શકાય કે એન્ટિગુઆથી ભારત યાત્રા કરવા માટે સ્વસ્થ છે કે નહીં.