હુમલો/ ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના ઘર પર હુમલો,સીપીએમના કાર્યકરો પર લાગ્યો આરોપ

ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના પૈતૃક ઘર પર હુમલો થયો છે. હુમલાખોરોએ તેમના ઘરની આસપાસની દુકાનોમાં આગચંપી કરવાની ઘટનાને પણ અંજામ આપ્યો છે.

Top Stories India
Tripura

Tripura :   ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના પૈતૃક ઘર પર હુમલો થયો છે. હુમલાખોરોએ તેમના ઘરની આસપાસની દુકાનોમાં આગચંપી કરવાની ઘટનાને પણ અંજામ આપ્યો છે. બદમાશોએ કારમાં તોડફોડ કરતા કાચ તોડી નાખ્યા હતા. સીપીએમના કાર્યકરો પર આ ઘટનાને અંજામ આપવાનો આરોપ છે. જે પૂર્વ મુખ્યમંત્રીના ઘર પર હુમલો થયો છે તે ગોમતી જિલ્લાના ઉદયપુર સબ-ડિવિઝનના જામજુરીમાં આવેલું છે. ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોનો દાવો છે કે બિપ્લબ દેબના પિતા સ્વર્ગસ્થ હિરુધન દેબની યાદમાં અહીં વાર્ષિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ તેના એક દિવસ પહેલા જ કમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ઘરમાં કોઈ નહોતું.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા દરમિયાન પાર્ટીના ઝંડા તોડી નાખવામાં આવ્યા હતા. આ પછી એક દુકાન અને કેટલાક વાહનોમાં તોડફોડ કર્યા બાદ આગ ચાંપી દીધી હતી.

  ઉલ્લેખનીય છે કે   15 મે 2022ના રોજ બિપ્લબ દેબના સ્થાને માણિક સાહાને ત્રિપુરાના  (Tripura) મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અગાઉ, એપ્રિલ 2022 માં, માણિક સાહા ત્રિપુરાની માત્ર એક રાજ્યસભા બેઠક પરથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ એપ્રિલ 2028માં પૂરો થવાનો હતો. પરંતુ તે પહેલા રાજકીય ઉથલપાથલ થઈ હતી. સપ્ટેમ્બર 2021માં, બિપ્લબ દેબ વિવાદોમાં ફસાઈ ગયા. ત્યારબાદ તેમના પર ન્યાયતંત્રની ‘મજાક’ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ દેબ પર પોતાનું નિવેદન ટ્વીટ કરતા નિશાન સાધ્યું હતું. ત્રિપુરા સિવિલ સર્વિસ ઓફિસર્સ એસોસિએશનના દ્વિવાર્ષિક સંમેલનને સંબોધતા, મુખ્ય પ્રધાન બિપ્લબ દેબે નાગરિક કર્મચારીઓને વિનંતી કરી કે તેઓ તેમના કામના માર્ગમાં ન્યાયતંત્રનો ડર ન આવવા દે. આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ વિપક્ષી દળોએ બિલપબ કુમાર દેબ પર પ્રહારો કર્યા હતા. ટ્વિટર પર પ્રહાર કરતાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે તેમણે લોકશાહીની શરમજનક મજાક ઉડાવી, માનનીય ન્યાયતંત્રની મજાક ઉડાવી

IND vs SL/ભારતે રોમાંચક T20માં શ્રીલંકાને 2 રને હરાવ્યું, શિવમની ધારદાર બોલિંગ