Gujarat Heavyrain/ રાજ્યમાં કેટલાય સ્થળોએ મેઘમહેર તો કેટલાય સ્થળોએ મેઘકહેર

રાજ્યમાં કેટલાય સ્થળોએ મેઘમહેર જોવા મળી છે તો કેટલાય સ્થળોએ મેઘકહેર જોવા મળી છે. કેટલાક સ્થળોએ તો છ-છ ઇંચ તો કેટલાક સ્થળોએ ચાર-ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે.

Top Stories Gujarat
Heavy rain Gujaraat 2 1 રાજ્યમાં કેટલાય સ્થળોએ મેઘમહેર તો કેટલાય સ્થળોએ મેઘકહેર

રાજ્યમાં કેટલાય સ્થળોએ મેઘમહેર જોવા મળી છે તો કેટલાય સ્થળોએ મેઘકહેર Gujarat Heavyrain જોવા મળી છે. કેટલાક સ્થળોએ તો છ-છ ઇંચ તો કેટલાક સ્થળોએ ચાર-ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર ચાલી રહી છે. હજુ આગામી બે દિવસ પણ રાજ્યના અનેક પંથકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

કચ્છમાં વહેલી સવારથી મેઘતાંડવ શરૂ થયું હતું. અબડાસામાં Gujarat Heavyrain સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી અત્યારસુધીમાં રાજ્યના 218 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે પણ મોટાભાગના જિલ્લામાં વરસાદ ખાબકશે.

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ બધડાટી બોલાવી છે. માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ પડતાં મંગળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેને લઇને નદીમાં આવેલું શિવલિંગ પાણીમાં ગરકાવ થયું છે. આ નદીમાં અત્યારે 11 ફૂટ પાણી વહી રહ્યું છે. તો ધોધમાર વરસાદના પગલે જોષીપરા અંદરબ્રિજમાં પાણી ભરાતા તંત્ર દ્વારા બેરીકેટ લગાવીને બંધ કરવામાં આવ્યો છે.

ગોધરા શહેરમાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા મેઘરાજા Gujarat Heavyrain મન મૂકીને વરસ્યા હતા.જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા. ગોધરા શહેરમાં એકધારા પડેલા વરસાદના પગલે સિંધુરી માતા મંદિર, છકડાવાસ શહેરા ભાગોળ આદ્ય મહેશ્વરી સોસાયટી, ખાડી ફળિયા, ચિત્રખાડી, અંકલેશ્વર મહાદેવ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.

ખેડા જિલ્લામાં રવિવારે છુટોછવાયો વરસાદ વરસ્યો છે. જ્યારે નડિયાદમાં Gujarat Heavyrain બપોરે ધીમીધારે વરસેલા વરસાદ દોઢ ઈંચને પણ પાર પહોંચ્યો છે. આ વરસાદના કારણે ઠેકઠેકાણે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. નડિયાદમાં બે કલાકમાં દોઢ ઈંચથી વધારે વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. શહેરના ચારેય અંન્ડરબ્રીજની સાથે સાથે રબારીવાડ, દેસાઈ વગો , જુના માખણપુરા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જ્યારે કપડવંજ તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

 

આ પણ વાંચોઃ Patan-Heavyrain/ ગુજરાતના આ તાલુકામાં છ કલાકમાં છ ઇંચ વરસાદથી બધુ જળબંબાકાર

આ પણ વાંચોઃ Amarnath Yatri/ અમરનાથ જવા નીકળેલા ગુજરાતી યાત્રી છેવટે ‘કૈલાસધામ’માં પહોંચ્યા

આ પણ વાંચોઃ Jalpariksha/ અંતિમક્રિયા માટે અગ્નિપરીક્ષા નહી ‘જળપરીક્ષા’

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રા/  હવામાનમાં સુધારો થતાં પહેલગામથી ફરી શરૂ થઈ અમરનાથ યાત્રા, ત્રણ દિવસ માટે હતી સ્થગિત

આ પણ વાંચોઃ Kutch-Heavyrain/ કચ્છમાં સળંગ પાંચમાં વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ