Uttarakhand-Landslide/ ઉત્તરાખંડમાં ભૂસ્ખલનઃ મેક્સી નદીમાં ખાબકતા પાચના મોત, ત્રણ બચાવાયા

ઉત્તરાખંડમાં ટેહરી ગઢવાલમાં ભૂસ્ખલનની Uttarakhand-Landslide ઘટના સામે આવી છે. ભૂસ્ખલનના લીધે મેક્સી ગંગામાં ખાબકી હતી. તેમા 11 જણા હતા. તેઓ કેદારનાથથી ઋષિકેશ જઈ રહ્યા હતા. તેમાથી પાંચને બચાવાયા છે.

Top Stories Gujarat

ઉત્તરાખંડમાં ટેહરી ગઢવાલમાં ભૂસ્ખલનની Uttarakhand-Landslide ઘટના સામે આવી છે. ભૂસ્ખલનના લીધે મેક્સી ગંગામાં ખાબકી હતી. તેમા 11 જણા હતા. તેઓ કેદારનાથથી ઋષિકેશ જઈ રહ્યા હતા. તેમાથી પાંચને બચાવાયા છે. તેમને ઋષિકેશની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે, વાહનમાં ડ્રાઈવર સહિત 11 લોકો સવાર હતા, જેમાંથી 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ઋષિકેશની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતા અહેવાલો મુજબ આ તમામ લોકો કેદારનાથથી ઋષિકેશ જઈ રહ્યા હતા. તો બીજી તરફ મિસ્સરવાલામાં 2 મકાનો ધરાશાઈ થતાં 2ના મોત થયા હોવાની અહેવાલો મળી રહ્યા છે.

મુનીની રેતી પોલીસ સ્ટેશનના પ્રભારી Uttarakhand-Landslide નિરીક્ષક રિતેશ શાહે જણાવ્યું કે, SDRF અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ અહીં રેસ્ક્યૂ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યું છે. SDRFના ઈન્સ્પેક્ટર કવેન્દ્ર સજવાને જણાવ્યું કે, ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે મરજીવાઓ અન્ય મુસાફરોને શોધવા અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ મુસાફરો દિલ્હી, બિહાર અને હૈદરાબાદના હતા.

પોલીસના જણાવ્યા મુજબ ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુનિમાં આવેસ રેતી વિસ્તારમાં આ ઘટના બની છે. ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યા બાદ ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રસ્તા પરથી ગંગા નદીમાં પડી ગઈ.

દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભારે Uttarakhand-Landslide વરસાદ અને વહેતી નદીઓના કારણે ભૂસ્ખલનને કારણે લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, રસ્તાઓ બંધ થવા અને નદીઓ અને નાળાઓ ઓવરફ્લો થવાની ઘટનાઓ સામે આવી છે. તેમણે કહ્યું કે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

 

આ પણ વાંચોઃ Gujarat Heavyrain/ રાજ્યમાં કેટલાય સ્થળોએ મેઘમહેર તો કેટલાય સ્થળોએ મેઘકહેર

આ પણ વાંચોઃ Patan-Heavyrain/ ગુજરાતના આ તાલુકામાં છ કલાકમાં છ ઇંચ વરસાદથી બધુ જળબંબાકાર

આ પણ વાંચોઃ Jalpariksha/ અંતિમક્રિયા માટે અગ્નિપરીક્ષા નહી ‘જળપરીક્ષા’

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રા/  હવામાનમાં સુધારો થતાં પહેલગામથી ફરી શરૂ થઈ અમરનાથ યાત્રા, ત્રણ દિવસ માટે હતી સ્થગિત

આ પણ વાંચોઃ Kutch-Heavyrain/ કચ્છમાં સળંગ પાંચમાં વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ