Not Set/ વરસાદના પાણીનો સંગ્રહ-ફિલ્ટર કરી કરાશે આવો સદુપયોગ

જે હેન્ડપંપોમાં પાણી થોડા સમય પૂરતું જ આવે છે અને ત્યારબાદ તૂટવા માંડે છે તેવા હેન્ડપંપોને આ રિચાર્જ સ્ટ્રક્ચર નવજીવન બક્ષી શકે છે તેમજ વરસાદના વિનામૂલ્યે મળતા પાણીનો બારેમાસ ઉપયોગ કરી ખર્ચમાં પણ સારી એવી બચત કરી શકાય છે. હાલમાં ભૂગર્ભજળના સ્તર નીચે જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના રિચાર્જ સ્ટ્રક્ચર એક અનુકરણીય પહેલ બની રહેશે.

Gujarat Others
ઉદ્ધવ ઠાકરે 3 વરસાદના પાણીનો સંગ્રહ-ફિલ્ટર કરી કરાશે આવો સદુપયોગ
  • વરસાદના પાણીનો સંગ્રહ-ફિલ્ટર કરી જિલ્લાની ૨૫ શાળાઓના બોર-હેન્ડપંપમાં પાણીના સ્તર ઊંચા લવાશે
  • સુજલામ સુફલામ અંતર્ગત વોટરલેવલ રિચાર્જ માટેના સ્ટ્રક્ચરનું નિર્માણ

રાજ્યભરમાં જળશક્તિ અભિયાન હેઠળ જળસંચયના મહત્તમ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ આવી જ એક પહેલ હેઠળ ૨૫ શાળાઓના બોર- હેન્ડપંપને વરસાદના પાણીથી રિચાર્જ કરી જળસ્તર ઉંચું લાવવાનો તેમજ પાણીની ઉપલબ્ધતા વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે આપણા જિલ્લામાં હેન્ડપંપની સંખ્યા વધુ છે. આ પૈકી ઘણા બધા હેન્ડપંપ સીઝનલ છે, જ્યાં જાન્યુઆરી બાદ પાણીની ઉપલબ્ધતા ઓછી થાય છે. ઘણા હેન્ડપંપ ફેઈલ ગયેલા હોય છે. તો આ પ્રકારના હેન્ડપંપ-બોરને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટેનું સ્ટ્રક્ચર સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ઉભુ કરવામાં આવ્યું છે. ખાનગી કંપનીઓ દ્વારા થતી સીએસઆર પ્રવૃતિ અંતર્ગત પ્રાયોગિક ધોરણે ઘોઘંબાની ૧૫, ગોધરાની ૫ અને મોરવા હડફની ૫ શાળાઓમાં આ પ્રકારનું વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર ઉભું કરવામાં આવ્યું છે.

ઉદ્ધવ ઠાકરે 4 વરસાદના પાણીનો સંગ્રહ-ફિલ્ટર કરી કરાશે આવો સદુપયોગ

કેવી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. ? 

કેચમેન્ટ માટે યોગ્ય વિસ્તાર ઉપલબ્ધ હોય તેવી અને હાઈડ્રોલોજિસ્ટના સૂચન અનુસાર આ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. મોટાભાગે એવી શાળાઓ પસંદ કરવામાં આવી છે, જ્યાં હેન્ડપંપમાં પૂરતા પ્રમાણમાં પાણી રહેતું નથી. ચોમાસા બાદ આ હેન્ડપંપ-બોરમાં શિયાળા-ઉનાળા દરમિયાન પાણીની ઉપલબ્ધતામાં કેટલો વધારો થયો છે તેનું મૂલ્યાંકન કરી તેના આધારે અન્ય શાળાઓ સહિતના સ્થળોએ પણ આ પ્રકારના વોટરલેવલ રિચાર્જ સ્ટ્રક્ચર સ્થાપવામાં આવશે. આ પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં 25 થી 30 હજારનો ખર્ચ આવે છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સિંચાઈ વિભાગના સહયોગથી જળસંચયના કાર્યો અંતર્ગત આ પહેલ હાથ ધરી છે. જે હેન્ડપંપોમાં પાણી થોડા સમય પૂરતું જ આવે છે અને ત્યારબાદ તૂટવા માંડે છે તેવા હેન્ડપંપોને આ રિચાર્જ સ્ટ્રક્ચર નવજીવન બક્ષી શકે છે તેમજ વરસાદના વિનામૂલ્યે મળતા પાણીનો બારેમાસ ઉપયોગ કરી ખર્ચમાં પણ સારી એવી બચત કરી શકાય છે. હાલમાં ભૂગર્ભજળના સ્તર નીચે જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના રિચાર્જ સ્ટ્રક્ચર એક અનુકરણીય પહેલ બની રહેશે.

કેવી રીતે થાય છે ફિલ્ટર ? 

વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવવા માટે પાકુ બંધાયેલ ધાબા (ટેરેસ) પ્રકારના કેચમેન્ટ એરિયાની જરૂર રહે છે. જેને સાફ કરી પાણી ભરાવા દેવાય છે. આ પાણી પાઈપ વાટે ફિલ્ટેરેશન પિટમાં ઉતારવામાં આવે છે. ફિલ્ટરેશન પિટમાં અલગ-અલગ ત્રણ લેયર્સથી પાણીને ફિલ્ટર કરવામાં આવે છે. સૌથી નીચે મોટી ગ્રેવેલ (કપચી), ત્યારબાદ ઉપર તેનાથી થોડી નાની કપચી અને તેની ઉપર રેતી પાથરવામાં આવે છે. આ સ્તરોમાંથી પાણી ગળાઈ સ્વચ્છ થઈ જાય છે. આ પિટનું આઉટલેટ બોર કે હેન્ડપંપમાં આપવામાં આવે છે, જેથી તેમનું વોટરલેવલ ઉંચુ આવે છે અને પાણીની ઉપલબ્ધતા જળવાઈ રહે છે.