Gujarat/ રાજ્ય સરકારની આ મોટી ઇવેન્ટ પર પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ

આ વર્ષે હવે કોરોના વાયરસના કારણે પહેલેથી જ વાઇબ્રન્ટ ગુજરાતની આ વખતે કોઇ તૈયારીઓ જ આરંભાઇ નહોતી અને છેવટે હવે સત્તાવાર રીતે જાહેર થયું છે કે આ વખતે વાઇહ્રન્ટ ઇવેન્ટ નહીં યોજાય,

Top Stories Gujarat Others
a 70 રાજ્ય સરકારની આ મોટી ઇવેન્ટ પર પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ

કોરોના વાયરસ ગુજરાતભરમાં કહેર મચાવી રહ્યો છે અને આ વાયરસના કારણે તહેવારોની સાથે સાથે સરકારના પણ મોટા મોટા આયોજનો રદ્દ કરવાની ફરજ પડી છે, ત્યારે હવે આ વાયરસની અસર ચાલુ વર્ષે યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત પર પણ પડી છે.

આ વર્ષે હવે કોરોના વાયરસના કારણે પહેલેથી જ વાઇબ્રન્ટ ગુજરાતની આ વખતે કોઇ તૈયારીઓ જ આરંભાઇ નહોતી અને છેવટે હવે સત્તાવાર રીતે જાહેર થયું છે કે આ વખતે વાઇહ્રન્ટ ઇવેન્ટ નહીં યોજાય,

આ કારણે હવે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટથી ધમધમતા મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં કોઇ ચહલપહલ કે મોટા ગજાના ઉદ્યોગપતિઓ જોવા નહીં મળે. આપને જણાવી દઈએ કે, વાઇબ્રન્ટ ગુજરાતનું દર બે વર્ષે આયોજન કરવામાં આવે છે અને આ પહેલા વર્ષ 2019માં જાન્યુઆરી મહિનામાં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું,

ચાલુ વર્ષે કોરોના મહામારીમાં આખી દુનિયા ત્રસ્ત છે અને ભારતમાં પણ કોરોના ગાઇડલાઇન્ અને એડવાઝરી અમલમાં છે. જેમાં આવા મેળાવડા યોજવા શક્ય ન હોવાથી આ વખતે વાઇબ્રન્ટ સમીટ મોકૂફ રાખીને એક આગવું ઉદાહરણ પૂરું પડાશે.

આપને જણાવી દઈએ કે, જાપાન, અમેરિકા, બ્રિટન સહિત અનેક વિકસિત દેશ આ સમિટના ભાગીદાર હોય છે. આ સંમેલનમાં દેશભરમાંથી નામાંકિત ઉદ્યોગપતિઓ હાજરી આપે છે. દેશ સાથે સાથે ફોરેન ઇન્વેસ્ટરોને આકર્ષવા માટે આ ઉત્તમ પ્લેટફોર્મ છે. રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખનીજ વિભાગના અગ્ર સચિવ અને મુખ્યમંત્રી કાયર્લિયના અગ્રસચિવ મનોજકુમાર દાસનું આ બાબતે કહેવું હતું કે કોરોનાની સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

દેશ વિદેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતા ગુજરાતના વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. રાજ્ય માટે આ અત્યન્ત મહત્વની ઇવેન્ટ છે અને ગુજરાતમાં ઘણું નવું રોકાણ પણ થતું હોય છે. ઉપરાંત ગુજરાતમાં આ સમિટની શરૂઆત બાદ દેશના અન્ય રાજ્યમાં પણ તેની શરૂઆત થઈ હતી. મહારાષ્ટ્ર, હરિયાણા, પશ્ચિમ બંગાળ, કણર્ટિક, બિહાર, ઉત્તરપ્રદેશ અને યુપી સહિતના રાજ્યમાં સમિટ યોજી વિદેશી રોકાણકારોને દેશમાં રોકાણ માટે આકર્ષવામાં આવે છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો