મોટી કાર્યવાહી/ દિલ્હીમાં 1200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા ખર્ચવાના હતા પૈસા

ડ્રગ્સ જપ્ત કરવાની સાથે પોલીસે બે અફઘાન નાગરિકોની પણ ધરપકડ કરી છે. ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ સૌપ્રથમ તમિલનાડુની રાજધાની ચેન્નઈથી ઉત્તર પ્રદેશના લખનઉ અને ત્યાંથી દિલ્હી લાવવામાં આવ્યું હતું.

Top Stories India
ડ્રગ્સ
  • 1200 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
  • ડ્રગ્સ સાથે બે અફઘાનીઓની ઘરપકડ
  • દિલ્લી સ્પેશીયલ સેલ દ્રારા ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

દેશની રાજધાની દિલ્હીમાં નાર્કો-ટેરર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. મોટી વાત એ છે કે આ ડ્રગ્સ વેચીને આવતા પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં થવાનો હતો. ડ્રગ્સ જપ્ત કરવાની સાથે પોલીસે બે અફઘાન નાગરિકોની પણ ધરપકડ કરી છે. ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ સૌપ્રથમ તમિલનાડુની રાજધાની ચેન્નઈથી ઉત્તર પ્રદેશના લખનઉ અને ત્યાંથી દિલ્હી લાવવામાં આવ્યું હતું.

આ ડ્રગ્સ દિલ્હીથી હરિયાણા, પંજાબ, હિમાચલ અને રાજસ્થાનમાં સપ્લાય થવાનું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 312.5 કિલો મેથામ્ફેટામાઇન અને 10 કિલો સારી ગુણવત્તાના હેરોઇનનો સમાવેશ થાય છે.

આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા દિલ્હી પોલીસે રોહિણી વિસ્તારમાં એક કારમાંથી 1.3 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન ઝડપ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જે કારમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું તેમાં મનીષ અને ટિંકુ બે શખ્સ હાજર હતા. થોડી જ વારમાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:અમુલ ડેરીના વા. ચેયરમેન તરીકે કોંગ્રેસના ધારાસભ્ય વિજયી, બે વર્ષથી મામલો હતો કોર્ટમાં

આ પણ વાંચો:લિફ્ટમાં પાલતૂ ડોગ બાળકને કરડ્યું, દર્દથી તડપતા માસૂમને જોતી રહી મહિલા, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો:સુરેશ રૈનાની ક્રિકેટ કારકિર્દીનો The End… તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત