ધરપકડ/ કાશ્મીરમાં NIAએ 2 સંદિગ્ધની કરી ધરપકડ,જૈશે-એ-મોહમ્મદ માટે કામ કરતા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના હુમલામાં વોન્ટેડ બે લોકોની ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા  આતંકવાદીઓના હુમલામાં કેટલાય નાગરિકો અને પોલીસ કર્મચારીઓના મોત થયા હતા

Top Stories India
123123 1 કાશ્મીરમાં NIAએ 2 સંદિગ્ધની કરી ધરપકડ,જૈશે-એ-મોહમ્મદ માટે કામ કરતા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના હુમલામાં વોન્ટેડ બે લોકોની ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા  આતંકવાદીઓના હુમલામાં કેટલાય નાગરિકો અને પોલીસ કર્મચારીઓના મોત થયા હતા. ધરપકડ કરાયેલા બંને વ્યક્તિઓ રાશિદ મુઝફ્ફર ગની અને નાસિર મીર ઘાટીના સોપોર શહેરના રહેવાસી છે.

NIAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ વિવિધ ઉગ્રવાદી સંગઠનોના આતંકવાદી સહયોગી છે અને આતંકવાદીઓને હથિયાર સપ્લાય કરવામાં સામેલ હતા. NIAએ અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ કરી છે. 10 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના 11 નાગરિકો અને સુરક્ષાકર્મીઓની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM), હિઝબુલ-મુજાહિદ્દીન (HM), અલ બદર અને તેના જેવા સંગઠનો જેમ કે રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) અને પીપલ અગેન્સ્ટ ફાસિસ્ટ સાથે સંબંધિત છે. . NIAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાશિદ મુઝફ્ફર ગની અને નાસિર મીર તરીકે કરવામાં આવી છે.

ઉલેલખનીય છે કે  ગયા મહિને 11 નાગરિકો આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યનો ભોગ બન્યા હતા. સત્તાવાર આંકડા દર્શાવે છે કે આ વર્ષે 30 થી વધુ નાગરિકો આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા છે. છેલ્લા એક સપ્તાહમાં એક કોન્સ્ટેબલ તૌસીફ અહેમદ વાની (29) અને સેલ્સમેન ઈબ્રાહિમ ખાનની હત્યા કરવામાં આવી હતી.