અમદાવાદ/ સરકારી તળાવને પોતાની માલિકીનો જમીનનો પ્લોટ બતાવી વેચતો ઠગ ઝડપાયો

વિશાલ શર્મા નામનાં યુવક પાસેથી આરોપીઓએ 15 લાખ રૂપિયા લઈને સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી વેચી માર્યો હતો.

Ahmedabad Gujarat
સરકારી તળાવ સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી વેચી

અત્યાર સુધી સરકારી ઇમારતો વેચવાના કિસ્સા માત્ર ફિલ્મોમાં જોયા હશે અથવા સાંભળ્યા હશે અમદાવાદમા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સરકારી તળાવ ની જગ્યાને પોતાનો ખાનગી માલિકીનો પ્લોટ બતાવી એક ઇસમે વેચી માર્યો છે. અને તેની વિરુધ્ધમાં પોલીસ ફરિયાદ પણ નોધાઈ છે.

અમદાવાદનાં વાસણામાં સરકારી તળાવની જમીન પોતાની બતાવી બારોબાર સોદો કરનારા મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ મામલે ગત મહિને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વિશાલ શર્મા નામનાં યુવક પાસેથી આરોપીઓએ 15 લાખ રૂપિયા લઈને સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી વેચી ઠગાઈ કરી હતી. આ કેસમાં મુકેશ ભરવાડ નામનાં યુવકની અગાઉ પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે મુખ્ય આરોપી ચિરાગ ભરવાડની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • સરકારી જમીનનો સોદો કરનારની ધરપકડ
  • વાસણામાં સરકારી જમીનનો સોદો કરી નાખ્યો
  • પોતાની જમીનનો પ્લોટ બતાવી વેચી ઠગાઈ કરી
  • પોલીસે મુકેશ અને ચિરાગ ભરવાડની ધરપકડ કરી

અમદાવાદનાં વાસણામાં સરકારી તળાવની જમીન પોતાની બતાવી બારોબાર સોદો કરનારા મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે.  આ મામલે ગત મહિને ફરિયાદ નોંધાઈ હતી જેમાં વિશાલ શર્મા નામનાં યુવક પાસેથી આરોપીઓએ 15 લાખ રૂપિયા લઈને સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી વેચવાનુ જણાવી પૈસા લઈને ઠગાઈ આચરી હતી. મુકેશ ભરવાડ નામનાં યુવકની અગાઉ આ કેસમાં ધરપકડ કરાઈ હતી ત્યારે મુખ્ય આરોપી ચિરાગ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં પકડાયેલા આરોપી મુકેશ ભરવાડ અગાઉ પણ નારોલમાં આ જ પ્રકારનાં સરકારી જગ્યા પોતાની બતાવી વેચવાના કેસમાં ધરપકડ કરાઈ હતી ત્યારે ચિરાગ ભરવાડે  પ્રકારે અન્ય કોઈ વ્યક્તિ સાથે ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.

પાટણ / હારીજમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરાયું, મૂંડન કરી માથે ગરમ દેવતા મૂકી વસાહતમાં ફેરવી

T20 વર્લ્ડ કપ / રવિ શાસ્ત્રીનો ખુલાસો, ટીમ સિલેક્શનમાં મારો અને કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો

દેડિયાપાડા / મનસુખ વસાવાની એક ફરિયાદથી માર્ગ અને મકાન મંત્રી પૂર્ણૅશ મોદી દોડી આવ્યા