મોટી જાહેરાત/ રેલવે મંત્રાલયે કઇ કરી મોટી જાહેરાત જાણો સમગ્ર વિગતો…

રેલવે મંત્રાલયે કહ્યું છે કે મેલ,એક્સપ્રેસ સ્પેશિયલ અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોની સેવા હવે નિયમિત ટ્રેનો જેવી જ હશે.

Top Stories India
train 1 રેલવે મંત્રાલયે કઇ કરી મોટી જાહેરાત જાણો સમગ્ર વિગતો...

એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રેલવે મંત્રાલયે કહ્યું છે કે મેલ,એક્સપ્રેસ સ્પેશિયલ અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોની સેવા હવે નિયમિત ટ્રેનો જેવી જ હશે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને નિયમિત મેલ,એક્સપ્રેસ ટ્રેનો ખાસ ટ્રેન તરીકે ચલાવવામાં આવી રહી હતી. પરંતુ હવે આ ટ્રેનોનું સામાન્ય સંચાલન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,હવે સ્પેશિય ટ્રેન અને સ્પેશિયલ ભાડું સમાપ્ત કરી દેવાની જાહેરાત કરી છે.

મેલ,એક્સપ્રેસ સ્પેશિયલ અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોની સેવા હવે પહેલાની જેમ સામાન્ય ટ્રેનો જેવી હશે. આ ટ્રેનો ફરીથી નિયમિત નંબરો સાથે દોડશે. આ સાથે ખાસ ભાડાને બદલે જૂનું નિયમિત ભાડું ફરીથી લાગુ થશે.

ધમકી / શિમલા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર,તંત્ર એલર્ટ

રેલવેના જણાવ્યા અનુસાર, ન તો રેલવે પહેલેથી બુક કરેલી ટિકિટ પર કોઈ પૈસા વસૂલશે અને ન તો રેલવે કોઈ રિફંડ આપશે. CRISને આ અંગે જરૂરી ફેરફારો કરવા માટે કહેવામાં આવ્યું છે.

ઉદ્વઘાટન / PM મોદીનું ડ્રીમ પ્રોજેકટ કાશી મંદિર કોરિડોરનું ઉદ્વઘાટન 13 ડિસેમ્બરે થશે!

રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે આ સંબંધમાં સૂચનાઓ જારી કરી છે, જે આગામી થોડા દિવસોમાં લાગુ કરવામાં આવશે. આ નિર્ણય પછી, આગામી થોડા દિવસોમાં 1700 થી વધુ ટ્રેનો નિયમિત ટ્રેન તરીકે કામ કરવાનું શરૂ કરશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 સંબંધિત સાવચેતી અને નિયંત્રણો તમામ ટ્રેનોમાં અમલમાં રહેશે.