પ્રેમની સાથે તકરાર હોવી જરૂરી પણ.../ તકરાર જ્યારે સબંધોની ગાઠને વધૂ ગૂંચવે ત્યારે… ‘કપલ થેરાપી’

આજની ફાસ્ટ લાઇફમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે બે મિનીટ વાત કરવા પુરતો પણ સમય નથી. જેમાં સૌથી મોખરે છે પતિ પત્ની

Others Trending Lifestyle
360 F 336349089 hulwGPmWEtLtfu8njvG7wL6GiL1nIIdp તકરાર જ્યારે સબંધોની ગાઠને વધૂ ગૂંચવે ત્યારે... ‘કપલ થેરાપી’

આજની ફાસ્ટ લાઇફમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે બે મિનીટ વાત કરવા પુરતો પણ સમય નથી. જેમાં સૌથી મોખરે છે પતિ પત્ની. કહેવા માટે તો એક ગાડીના બે પૈડા છે પરંતુ હકીકતમાં ભાગમડોદ વાળા જીવનમાં એકબીજા માટે નિરાંતની બે પળ મળવી મુશ્કલે બની રહી છે. જેના કારણે પરિવારમાં અનેક તકરાર થાય છે પ્રેમની સાથે તકરાર હોવી જરૂરી છે. પરંતુ તકરાર જ્યારે સબંધોની ગાઠને વધૂ ગૂંચવે ત્યારે તેનો યોગ્ય રાહ ચિંધવી જરૂરી બને છે. અને આજકાલ આ વે છે કપલ થેરાપી…

નિત્યાએ આજે ફરી રાડ નાંખી અરે સુજલ શું કરે છે તું..આમ આવ જરા મને મદદ તો કર. હું પણ નોકરી કરીને થાકીને જ આવી છું, હજુ તો અનન્યાનું હોમવર્ક પણ બાકી છે. પરંતુ તમારે શું ઓફીસથી આવી પગ પર પગ ચઢાવી ટીવી જોવા બેસી જવાનું. જરા મારું તો વિચારો. નિત્યાનો આ રોજનો ક્રમ હતો, પરિવારની પસંદગીથી નિત્યા અને સુજલના આઠ વર્ષ પહેલા લગ્ન થયા હતા હવે તો અનન્યા પણ છ વર્ષની થવા આવી. આપસી સમજુતીથી જ બન્ને નક્કી કર્યુ હતુ કે ઉચ્ચ પગારની નોકરી છે, અને મોંઘી લાઇફ સ્ટાઇલ છે તો આપણે બન્ને નોકરી કરીશું અને ઘર, પરિવાર બધુ જ સાથે મળીને સાચવીશું. શરૂઆતમાં તો એમ થતું પણ ખરા. સુજલ અનન્યાને સાચવે, તેનું કામ કરે, ઘરમાં પણ નિત્યાને મદદ કરે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સુજલનું વર્તન બિલકુલ બદલાઇ ગયું છે. નિત્યાની કચકચ હવે તેને પસંદ નથી આવતી. નાની નાની વાતોમાં બન્ને વચ્ચે ઝગડા થાય છે. એકબીજા સાથે બહાર જવાનું તો ઠીક, વાત પણ માંડ કરે છે, અરે સામાજીક કામની જાણકારી પણ એકબીજાને વોટ્સ એપ દ્ધારા જ પહોંચાડે છે. એક જ ઘરમાં રહેતા પતિ-પત્ની પાડોશી કરતા પણ અજાણ્યા હોય તેવુ જીવન જીવે છે. અંતર એટલુ બધુ વધી ગયું કે હવે નિત્યા કે સુજલને અનન્યાની હાજરીનું પણ ભાન નથી રહેતું. બન્ને જણા કબીજા સાથે દિકરીની હાજરીમાં જ ઝગડવાનું શરૂ કરે છે. અનન્યા ડરીને રડવાનું શરૂ કરે ત્યારે તેમને ભાન પડે કે તેઓ ઝગડી રહ્યાં છે.  પહેલા જે મોટી વાતોમાં પણ સમજણથી પતાવટ કરતા તે કપલ હવે નાની નાની વાતોનું પણ મોટુ સ્વરૂપ આપી દે છે. અંતે બન્નેએ કંટાળીને એકબીજાને કહી જ દીધુ કે હવે આપણે સાથે નહીં રહી શકીએ, છુટાછેડા લઇને વાત પર પુર્ણ વિરામ મુકી દઇએ. સદાય સાથે રહેતા, સુખદુઃખમાં એકબીજાનો હાથ પકડી આગળ વધતા, સાથે મળીને ઘર વસાવનાર, પ્રેમમાં તરબદોળ રહેનાર કપલ આમ અચાનક છુટા પડવાની વાત કરે તે કોઇના પણ માન્યામાં ના આવે. આખરે પરિવારે દખલગીરી કરી બન્નેને સમજાવ્યા કે એકબીજાને દિકરી માટે થઇને તક આપો. નિત્યાને પણ લાગ્યું કે અનન્યા માટે એક ચાન્સ તો લેવો જ જોઇએ. સુજલ અને તે જાણે દાયકાઓ પછી પરિવારની હાજરીમાં સાથે બેઠા અને વાત કરી. ત્યારે તેમના કોમન ફ્રેન્ડે કપલ થેરાપી વીશે વાત કરી. પહેલા તો બન્નેને લાગ્યું કે આવી તે કઇ થેરાપી હોય અને તેનાથી બધુ ઠીક થઇ જશે..પણ મિત્રની વાત ગળે ઉતરી એટલે નિત્યા અને સુજલે સાથે રહેવા માટે થઇ, અનન્યાના ભવિષ્યનો વિતાર કરી કપલ થેરાપી લેવાનું નક્કી કર્યુ.

કપલ થેરાપી વાત જરા નવી અને કુતુહલતા ઉપજાવે તેવી છે. પરંતુ  વાતમાં જરાય શંકા કરવા જેવી નથી કે આવી કોઇ થેરાપી હોય. કપલ થેરાપી બે યુગલને નજીક લાવે છે. એકબીજા પ્રત્યેના મતભેદ, મનભેદ દૂર કરીને ફરી પહેલાના જેવી નોર્મલ લાઇફ જીવવા માટે મદદગાર બને છે.

આ વીશે વાત કરતા ડોક્ટર દિપક વ્યાસ જણાવે છે કે “કપલ થેરાપી એ માત્ર પતિ-પત્ની વચ્ચે જ નહીં પરંતુ કોઇ પણ યુગલ માટે કામ કરે છે. એટલે કે પતિ-પત્ની ઉપરાંત પ્રેમી યુગલ પણ આ થેરાપીનો સહારો લે છે. પતિ-પત્ની, પ્રેમી યુગલ કે ભવિષ્યમાં લગ્ન કરનાર કપલનો સબંધ ખુબ જ નાજુક હોય છે. જેમાં ઘણીવાર મોટી તકરાર પણ એકબીજાને દૂર નથી કરી શકતી. જ્યારે ઘણી વખત નાની વાતમાં લગ્નના દાયકાઓ પછી પણ ડિવોર્સ થતા હોય છે. આવા કપલ માટે કોઇ પણ નિર્ણય લેતા પહેલા એક વખત કપલ થેરાપીનો સહારો લેવો મદદરૂપ સાબિત થાય છે. કારણ કે કપલ થેરાપી સેલ્ફ ઇન્પ્રૂવમેન્ટ માટે ઘણી જરૂરી છે. કપલ થેરાપીમાં ઘણી બધી પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી બે યુગલ વધૂ નજીક આવે છે અનેએકબીજા પ્રત્યેનો પ્રેમ પણ સમજી શકે છે. આ એક એવો પ્રયાસ છે જે બે વ્યક્તિ વચ્ચેનું અંતર ઓછુ કરે છે અને એકબીજાને સમજવાનો પુરતો સમય આપે છે.”

cro what can be expected from couple therapy 1 તકરાર જ્યારે સબંધોની ગાઠને વધૂ ગૂંચવે ત્યારે... ‘કપલ થેરાપી’

કપલ થેરાપી    

કપલ થેરાપી છે શું એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. જેના વીશે વાત કરતા થેરાપી કાઉન્સિલર કૌશલ બ્રહ્મભટ્ટ કહે છે, “કપલની વચ્ચે થતું ઘર્ષણ ઓછું કરવા માટે આ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. જેની મદદથી કપલની વચ્ચે આવેલા અંતરને સરલતાથી ઘટાડી શકાય છે. એટલુ જ નહીં કપલ થેરાપી સબંધને વધૂ ગાઢ બનાવે છે. આ થેરાપીમાં એવી અનેક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેમાં પતિ-પત્ની, પ્રેમી યુગલ અને કોઇ પણ કપલ સાથે રહી શકે. એકબીજા સાથે જુદૃ-જુદી પ્રવૃતિ કરતા-કરતા ક્યારે તેઓ પોતાનો મનમુટાવ ભૂલીને એકબીજાની નજીક આવી જાય છે તેની તેમને ખુદને પણ જાણ નથી થતી. ટૂકમાં કાઉન્સિલર દ્ધારા બે વ્યક્તિ વચ્ચેના વિવાદનો અંત આણીને તેમની સમસ્યાનું સમાધાન કરવાના તમામ પ્રયાસ આ થેરાપી દ્ધારા કરવામાં આવે છે.”

થેરાપીથી થતા બેનિફીટ્સ    

કપલ થેરાપી એક જુદા જ પ્રકારની એક્ટિવીટી છે. જે વિદેશની ભૂમીની દેણ છે. પરંતુ ત્યાં આવી થેરાપી પણ માત્ર સમય પસાર કરવાનું માધ્યમ બનીને રહી ગઇ છે. જો કે આપણા ત્યાં ધીમે-ધીમે પરંતુ આ થેરાપીને સફળતાની નજરે જોવામાં આવી રહી છે. ફેમીલી કોર્ટના વકીલ ઉન્નતી જોષી કહે છે. “રોજબરોજ કોર્ટમાં ડિવોર્સના ઢગલો કેસ જોઇએ છીએ. ત્યારે દરેક વખત એમ જ થાય કે કાશ આ છુટાછેડા ના થાય. હા કારણો ચોક્કસથી જુદૃ-જુદા હોય છે. પરંતુ ઘણી કેસોમાં મન માનવા તૈયારના થાય કે આ બન્નેના સબંધો પર અહિં પુર્ણ વિરામ આવવો જોઇએ. મારા ખ્યાલથી તેવા સમયે આ થેરાપી ઉપયોગી નિવડે છે. કપલ થેરાપીમાં કપલ ક ટીમ તરીકે કામ કરે છે. જેના કારણે બનેના સબંધોમાં મઘુરતા આવે છે, પ્રેમ વધે છે. આ થેરાપીના સમય દરમિયાન અન્ય કામોથી દૂર રહી એકબીજા સાથે ક્લોવિટી ટાઇમ સ્પેન્ડ કરી શકે છે. જેનાથી મનમાં રહેલી દરેક વાતો પર સહેલાઇથી ચર્ચા થાય છે અને અનેક સવાલોના જવાબો મળે છે. લગ્નજીવનના ઘણા વર્ષો પછી પછી, કે થોડા સમયમાં એકબીજાનો સાથ છોડવાનો નિર્ણય લેનારા કપલ એકબીજાથી શારીરિક અને ભાવનાત્મક દ્ધષ્ટિએ ઘણા દૂર થઇ ગયા હોય છે. પરંતુ આ થેરાપી બંનેને નજીક લાવે છે. અને જીવનમાં ઘણા ફેરફારો પણ લાવે છે. સાથે જ કાર્ય કરતા હોવાથી પોતાના સબંધો માટે કઇ વાત નુકશાન કરતા છે તેની પણ ઓળખ થાય છે. ધીમે-ધીમે લાઇફ પાર્ટનર પર પુનઃવિશ્વાસનું નિમાર્ણ થાય છે. સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટની સાથે એકબીજા પ્રત્યે આદારભાવ પણ વધે છે.”

કેવી તકનીકનો થાય છે ઉપયોગ

કપલ થેરાપીમાં જુદા-જુદા પ્રકારની તકનીકનો ઉપયોગ કરી બે વ્યક્તિને નજીક લાવવાના પ્રયાસ થાય છે. જેમાં સૌથી પ્રથમ ભાવનાત્મક રીતે કેન્દ્રીત હોય તે પ્રકારની એક્ટિવીટી કરવામાં આવે છે. એટલે કે ઇમોશનલી ફોક્સડ થેરાપીનો સહારો લેવામાં આવે છે. સબંધોની મધુરતા અને તેનું સાચુ મૂલ્ય સમજાવવા માટે રિલેશનશિપ થેરાપીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત નેરેટિવ એટલે કે વર્ણાત્મક અને સોલ્યુશન ફોક્સડ થેરાપી જેવી તકનીકની મદદ લેવામાં આવે છે.

જુદી-જુદી એક્ટિવિટી    

કપલ થેરાપીમાં સૌથી મહત્વનો પાર્ટ છે કપલ એક્સરસાઇઝ અને એક્ટિવિટી. જેની સૌથી ઝડપી અસર થાય છે. આ એક્ટિવિટીનું આયોજન એ રીતે કરવામાં આવે છે કે કપલ એકબીજાની વધૂ નજીક આવી શકે અને એકબીજાની ભાવનાને પણ સમજી શકે. જેમ કે એક સાથે કામ કરવું, એકબીજાની પ્રશંસા કરવી, પાર્ટનરની પ્રેમભરી ઇશારાની ભાષાને સમજવી, સાથે બેસી જરૂરી વાતચીત કરવી, પાર્ટનર સાથે યોગ, મ્યૂઝિક એક્ટિવિટી અને સારા સમયનો અનુભવ કરવો. આ ઉપરાંત પણ એવી અનેક એક્ટિવિટી કરાવવામાં આવે છે. જે કપલ વચ્ચેના સંબંધોની તિરાડને પુરી શકે. એક્ટિવિટીના શરૂઆતના તબક્કામાં કદાચ કપલ પ્રવૃતિને ગંભીરતાથી ના લે, પરંતુ થોડા સમય પછી આ એક્ટિવિટી જ તેમના તમામ મનદુખ દૂર કરી ફરી તેમના જીવનને હર્યુભર્યુ બનાવે છે.

Why is it important to have couples counseling તકરાર જ્યારે સબંધોની ગાઠને વધૂ ગૂંચવે ત્યારે... ‘કપલ થેરાપી’

કપલ થેરાપી વીશે વાત કરતા મોટીવેશનલ સ્પીકર દિપ્તી જોષી કહે છે, “એ વાત બિલકુલ નકારી ના શકાય કે આજની ફાસ્ટ લાઇફ સ્ટાઇલના કારણે પતિ-પત્ની કે લાંબા સમયથી રીલેશનશીપમાં રહેતા કપલ એકબીજાને સમય નથી આપી શકતા. અથવા એમ પણ કહી શકાય કે એક સમયે પાર્ટનરની જે આદતોના કારણે નજીક આવ્યા હોય તે આદતો જ છુટા પડવાનું કારણ બને છે. પરંતુ સામાન્ય રીતે વિચારીયે તો રોજબરોજની એકની એક લાઇફ સ્ટાઇલથી વ્યક્તિ ઉબકી જાય છે. અંતે પોતાનાથી થતી ભૂલો કે પ્રોબ્લમ માટે પણ તે પાર્ટનરને જ કસુરવાર સમજે છે. ઘણીવાર તો દિલમાંથી અવાજ પણ આવે કે આ ખોટુ થઇ રહ્યું છે. છતા ઘણીવાર કંટાળીને તો ઘણીવાર ખોટા અભિમાનના કારણે એવા નિર્ણયો લે છે. જેનું ભવિષ્ય કશુ જ હોતુ નથી. સમાજમાં જે રીતે છુટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા એમ કહી શકાય કે કપલ થેરાપી એ બે વ્યક્તિના સબંધો પર પૂર્ણવિરામ મુકતા અટકાવે છે. આ થેરાપી પોઝીટીવ ઉર્જા આપે છે, અને બે વ્યક્તિને ફરી એકબીજાની નજીક આવવાની તક આપે છે.”

કપલ થેરાપીનો ટ્રાય ઘરે પણ કરી શકે

કપલ થેરાપી માટે સારા કાઉન્સીલરની મદદ લઇ શકાય છે. અને તેમના નેજા હેઠળ જુદા-જુદા સેશન અને એક્ટિવીટમાં ભાગ લેવાનો હોય છે. સામાન્ય રીતે શરૂઆતના તબ્બકામાં કોઇ પણ કપલને કાઉન્સીલર પોતાની દેખરેખ હેઠળ જ એક્ટિવિટી પ્રોવાઇડ કરે છે, સમયની સાથે તેમને ઘરે કાર્ય આપવામાં આવે છે. જ્યારે ઘણી જગ્યાએ કપલ માટે ખાસ પેકેજ હોય છે. જેમાં અમુક સમય સુધી કપલ એક સાથે ક જગ્યા પર રહીને જ થેરાપીનો ઉપયોગ કરે છે. સૌ પ્રથમ તો કપલના મનમાંથી એકબીજા પ્રત્યેના દ્ધેષ ભાવને નિકાળવાના પ્રયાસ પર કાર્ય કરવામાં આવે છે અને ધીમે ધીમે તેમને નજીક લાવવાના અને એકબીજાની અહેમીયત સમજાવવાના પ્રયત્ન થાય છે. પહેલાના સમયમાં પતિ-પત્ની વચ્ચે કડવાશ આવે તો ઘરના વડીલો જ સાથે મળીને તેમને સમજાવતા અને ફરી તેમના સબંધોને જીવંત કરતા. આ કાર્ય હવે કાઉન્સીલર દ્ધારા કરવામાં આવે છે. કપલ થેરાપીનો ઉપયોગ કપલ જાતે પણ કરી શકે છે, જરૂર છે પોતાના વાંક જોઇને પાર્ટનરને સમજવાની. જો કે આ કામ થોડુ અઘરૂ છે પરંતુ જ્યારે એક પાર્ટનર સમજદાર હોય તો સરલતાથી તે કપલ થેરાપીનો ટ્રાય ઘરે પણ કરી શકે છે.

સમયની સાથે જમાનો બદલાય છે, ઘણું જુનું જાય છે અને નવું આવે છે. તેવા સમયમાં કપલ થેરાપી એક એવી આશાનું કિરણ કહી શકાય જે કપલની અનેક સમસ્યાઓનું સમાધાન કરે છે.