આરોગ્ય વર્ધક મસાલા/ રસોડામાં વપરાતા રોજીંદા મસાલાનું છે અનેરૂ મહત્વ, જાણો..

રસોડા પર હંમેશા મહિલાઓનું જ આધિપત્ય રહ્યું છે, અને મહિલાઓ પોતાના રસોડાને અનેક મસાલાઓથી ભરપૂર રાખે છે

Food Trending Lifestyle
1 362 રસોડામાં વપરાતા રોજીંદા મસાલાનું છે અનેરૂ મહત્વ, જાણો..

રસોડા પર હંમેશા મહિલાઓનું જ આધિપત્ય રહ્યું છે, અને મહિલાઓ પોતાના રસોડાને અનેક મસાલાઓથી ભરપૂર રાખે છે. મહા, ફાગણ અને ચૈત્ર મહિનો એટલે મસાલા ભરવાના મહિના. આ ત્રણ માસ દરમિયાન મહિલાઓ બારેમાસના મસાલાઓનો સંગ્રહ કરે છે. જેમાં હળદળ, ધાણાંજીરૂ, મરચું, ગરમ મસાલા, ખડા મસાલા, જાત-જાતના મસાલાઓની બારીકાઇથી ચકાસણી કરવામાં આવે છે. આ દરમિયાન ઠેર-ઠેર મસાલાઓ દરાતા, ખંડાતા અને પીસાતા જોવા મળે છે. સમયની સાથે બધુ રેડિમેડ થઇ ગયું છે છતા આજે પણ મસાલાની વાતા આવે એટલે મહિલાઓ જાતે ઉભા રહીને જ મસાલા તૈયાર કરાવે છે. કારણ કે મસાલાઓ સ્વાદની સાથે આરોગ્યને પણ બેસ્ટ બનાવે છે.

અરે ખ્યાતિ કેમ આમ ઉતાવળમાં છું, અરે કઇં નહીં બસ આ જરા અળદળ લાવી હતી તે પીસાવા જવાનું છે તેની વેતરણમાં છું. તેમ કહેતા ખ્યાતિએ પાખીના હાથમાં ચા નો કપ પકડાવ્યો. તરત જ પાખી બોલી, તુ તૈયાર મસાલા લઇ લેતી હોય તો, હું તો એમ જ કરું છું, હવે નોકરી, પરિવાર, બાળકોની સ્કુલ આ બધાની વચ્ચે વળી મસાલા પીસાવા જવાનો સમય જ ક્યાં મળે. તારી વાત સાચી છે પાખી પણ મને તો જાતે ઉભા રહીને પીસાયેલા મસાલા જ ફાવે, હું તો અલદળ, મસરા, ધાણાં બધુ આખું જ લાવું છું, અને પછી તેને જાતે જ પીસાવું છું. મને તો ભઇ મારા રસોડામાં રેડીમેડ મસાલાના ફાવે, તેમાં વળી પીસાયેલા મસાલા જેવી મજા ક્યાં. હું એમ નથી કહેતી કે પીસાયેલા મસાલા સારા નથી હોતા, પરંતુ હું તો ગમે તેમ કરીને સમય નિકાળીને પણ બાર મહિનાના મસાલા જાતે જ પીસાઇને ભરું છું, તો જ મને તો રસોઇમાં સ્વાદ અને હા મજા પણ આવે. આ વર્તાલાપ બે સખીઓનો છે, બન્ને નોકરી કરે છે પરેતુ એક ખ્યાતિ રસોડામાં ઉપયોગમાં લેવાતા તમામ મસાલા જાતે જ તૈયાર કરાવે છે. જ્યારે પાખીને રેડીમેડ મસાલાના પેકેટ જોડે ફાવટ આવી ગઇ છે. અહિં વાત કયા મસાલા સારા તેની નથી, પણ વાત છે રસોડાની સોડમ મસાલાની. જી, હા મહિલાઓ માટે રસોડામાં વપરાતા રોજીંદા મસાલાનું ખુબ મહત્વ રહેલું છે. અને કેમ ના હોય..મસાલા માત્ર સ્વાદ પુરતા જ નહીં પરંતુ આરોગ્ય વર્ધક પણ હોય છે.

2 27 રસોડામાં વપરાતા રોજીંદા મસાલાનું છે અનેરૂ મહત્વ, જાણો..

બારેમાસ ભરાતા મસાલા અને રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતા મસાલાઓ સ્વાદની સાથે સાથે સ્વાસ્થયને પણ હેલ્ધી રાખે છે. જુદા-જુદા મસાલાઓમાં જુદા-જુદા પ્રમાણમાં આરોગ્ય વર્ધક લાભ રહેલા છે.

જેમાં સૌ પ્રથમ વાત કરીએ હળદળની તો મહિલાઓ માટે મસાલામાં સૌથી પ્રથમ ક્રમે હળદળ જ આવે છે. કારણ કે તેના વગર રસોઇ શક્ય જ નથી માટે તો હળદળને રસોડાની રાણી કહેવામાં આવે છે. હળદળમાં પણ જુદી-જુદી જાત હોય છે. જેમ કે મૂળાની હળદળ, કેસર હળદળ, કેસર સલમ હળદળ વગેરે.. આપણા ત્યાં હળદળનો ઉપયોગ લગભગ દરેક ભોજનમાં થાય છે. હળદળ માત્ર રસોડામાં વપરાતો મસાલો જ નહીં પરંતુ સ્વાસ્થય માટે પણ ખુબ જ ગુણકારી છે. તેનો ઉપયોગ મોટાભાગે દરેક ભોજનમાં થતો હોવાથી તેના લાભ પણ ઘણા થાય છે. હળદળ કફ અને પિત્તનું શમન કરે છે, ચામડીના રોગોમાં પણ ઉપયોગી છે, પાંડુરોગ, શરદી, આંખને લગતી તકલીફ, ડાયાબિટીસમાં લાભદાયી છે. તેવી જ રીતે હાડકા તૂટ્યા હોય તો હળદળના સેવનથી સંધાય છે. ભાગેલા હાડકા પર, મચકોડ પર હળદળ ભરીને પાટાપીંડી કરવામાં આવે છે. રસોઇમાં હળદળનો ઉપયોગ કરવાથી શાકભાજીમાં રહેલા સૂક્ષ્મ જંતુઓ હોય તો તેનો નાશ થાય છે. એટલુ જ નહીં અથાણા હળદળના કારણે બારેમાસ બગડતા નથી.

હવે વાત કરીએ આંખોમાંથી પાણી લાવી દે અને જેની તીખાસ ચીસ પડાવી દે તે મરચાની. મરચામાં પણ જુદી-જુદી જાત હોય છે. સીંગલ રેશ્મ પટ્ટો, કાશ્મિરી, ડબલ રેશમ પટ્ટો, ઘોલર વગેરે.. જેમાં સીંગલ રેશમ પટ્ટો મરચું સૌથી વધુ તીખું હોય છે. જ્યારે ડબર રેશમ પટ્ટો મીડિયમ તીખું હોય છે. ઘોલર સાવ મોળું મરચું છે, તો જે ભોજનમાં રંગ માટે મરચાનો ઉપયોગ કરવા ઇચ્છે છે તે કાશ્મીરી મરચુ વાપરે છે. મરચાના લાભ વીશે વાત કરીએ તો તે લીલા મરચા કરતા પણ વધારે લાલ મરચુ સ્વાસ્થય માટે સારૂ છે. જેમાં આર્યન, મેગ્રેશિયમ, કોપર, પોટોશેયમ, વિટામીન-સી, બી,કે અને ઇ રહેલુ છે. બ્રિટેનમાં થયેલા એક રિસર્ચ પ્રમાણે લાલ મરચું શરીરમાં કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે. આંતરડા સંકોચવવાની સમસ્યા પણ થતી નથી. આ ઉપરાંત પણ લાલ મરચાના સેવનથી લાભ થાય છે.

લાલ મરચાની જેમ જ ધાણાજીરૂં પણ મસાલાના ડબ્બાનો અભિન્ન અંગ છે. ઘાણાજીરૂં ઔષધિની દ્ધષ્ટિએ ઘણું જ ગુણકારી છે. એન્ટિઓકિસડેન્ટથી ભરપૂર પણ છે. સૂકા ઘાણા પોટેશિયમ, મેગ્રેશિયમ, કેલ્શિયમ, ફોલિડ એસિડ અને વિટામીન એ, સી અને કે થી ભરપૂર છે. ઘણાજીરૂંમાં પણ દેશી ધાણા, ઇન્દોરી ધાણા અને રાજસ્થાની ધાણા જેવી અનેક જાત રહેલી છે.

અન્ય મસાલાથી જે અલગ છે તે ગરમ મસાલાની વાત કરે તો તે માત્ર અનોખો સ્વાદ જ નથી આપતો પરંતુ અન્ય મસાલાના જેમ જ સ્વાસ્થય માટે પણ સારો છે. લવિંગ, તજ, જરૂ, મરી, જેવા અક ખરા મસાલાઓના મિશ્રણથી બનેલો ગરમ મસાલો ભોજનના સ્વાદને વધૂ સ્વાદિષ્ટ બનાવે છે. તો વળી મસાલામાં ઘણા પોષક તત્વો અને ખનિજો પણ રહેલા છે. પાચન સુધારવામાં પણ મદદરૂપ બને છે. પેટમાં ગેસ્ટિક-એસિડ વધારતા તત્વને બહાર નિકાળવામાં અને અપચો થવામાં મદદ કરે છે. નિષ્ણાતોના મતે કેલરી બર્ન કરવા માટે ખોરાકમાં ગરમ મસાલાનો ઉપયોગ અવશ્ય કરવો જ જોઇએ.

4 30 રસોડામાં વપરાતા રોજીંદા મસાલાનું છે અનેરૂ મહત્વ, જાણો..

હવે વાત કરીએ આખી મેથીની તો સ્વાદમાં કડવી અને હેલ્થ માટે સૌથી ઉપયોગી ગણાતા મેથીદાણા દરેક રસોડામાં મળી આવશે. કારણ કે તેના વગર દાળ-શાકનો વઘાર જ અધુરો માનવામાં આવે છે. મેથી કડવી હોવા છતા તેના લાડુ બનાવવાની પ્રથા પણ આપણા ત્યાં જ છે. મેથીનો ઉપયોગ કફ, વાયુને દૂર કરે છે એટલુ જ નહીં મેથી સ્નિગ્ધ, સુગંધી, પાચક, કબજીયાત જૂર કરે છે. ઉપરાંત મેથીનું નિયમિત સેવન કરવાથી શારિરિક અને માનસિક અને મુશ્કેલીઓથી છુટકારો મળે છે.

મેથીના જેમ જ આખુ જીરૂ પણ ખુબ ઉપયોગી છે. ધાણાની સાથે જીરૂનું મિશ્રણ કરવાથી ધાણાંજીરૂ બને છે પરંતુ આખુ જીરૂ પણ રસોડામાં સ્વાદની ફોરમ પાથરે છે. ખાસ કરીને આપણા ત્યાં ઉપવાસમાં જીરૂનો વધાર કરીને શાક બનાવવામાં આવે છે. દાળમાં પણ પંજાબી તડકો લાવવો હોય ત્યારે જીરાનો વધાર થાય છે. ઉપરાંત દહીં, છાશમાં પણ જીરૂ આખુ કે વાટીને નાંખવામાં આવે છે. જે સ્વાદની સાથે સાથે યુરિનને સ્વચ્છ કરે છે. પથરીમાં પણ જીરૂનો ઉપયોગ લાભદાયી છે. પચો, ઝાડા, આફરો જેવી તકલીફો રસોડાની નાની ડબ્બીમાં રહેલું જીરૂ મિનીટોમાં દૂર કરે છે.

નાનો નાનો પણ રાઇનો દાણો, જી હા રાઇનો દાણો જેટલો નાનો છે તેનો ફાયદો એટલો જ વધારે છે. દરેક રસોડામાં રાઇ તો હોય જ, રાઇના કારણે રસોઇ સ્વાદિષ્ટ અને સુગંધિત બને છે. અથાણામાં પણ રાઇનાં કુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે જે અથાણાને વધુ લજેતદાર અને પાચક પણ બનાવે છે. રાઇમાં અથાયેલા મરચા સ્વાસ્થ માટે ખુબ સારા હોય છે. તેવી જ રીતે રાઇવાળા ગાજર પણ ખાવામાં રુચિકર અને આરોગ્ય માટે ઉમદા છે.

આપણી પાસે તો મસાલાઓનો ખજાનો છે અને દરેક મહિલાઓ માટે રસોડામાં ઉપયોગમાં લેવાતા મસાલા મહત્વના છે. મસાલાનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો તેનું સવિશેષ જ્ઞાન લગભગ દરેક મહિલાઓમાં હોય છે જ. ભારતીય આહારની સંસ્કૃતિ તો આવા મસાલાઓથી શોભી ઉઠે છે. મધુર રસ માટે ગોળ-ખાંડ તો ખારા રસ માટે સબરસ, ખાટા રસ માટે કોકમ, આંબલી, તીખા રસ માટે મરચાં, કાળામરી, કડવો રસ રાઇ અને મેથી પૂરો પાડે છે. જ્યારે તૂરો રસ હળદળ અને ધાણામાં હોય છે. આ રીતે આપણું ભોજન છ રસનું સુંદર રસપાન કરાવે છે. અને મસાલાથી રસોડુ કાયમ મહેકતું રહે છે.

3 23 રસોડામાં વપરાતા રોજીંદા મસાલાનું છે અનેરૂ મહત્વ, જાણો..

ખડા મસાલા સ્વાદને બનાવે છે વધૂ લિજ્જતદાર

જેમ અળદળ, મરચું, ઘણાજીરૂ રસોડાના મસાલીયામાં રાજ કરે છે. તેવી જ રીતે ખડા મસાલા એટલે કે મરી, તજ, લવિંગ, તજપત્તા, જાવંત્રિ, મોટી એલચી, બાદિયાણા, તમાલપત્ર, જાયફળ જેવા આખા મસાલા પણ ભોજનને વધુ લહેજતદાર બનાવે છે. ખાસ કરીને જ્યારે પંજાબી ભોજન બનાવવાનું હોય ત્યારે આખા મસાલાઓનો ઉપયોગ વધૂ થાય છે. એટલુ જ નહીં તજ લવિંગ, તજપત્તા અને મરી તો સામાન્ય રીતે રોજીંદા ખોરાકમાં વપરાતા મસાલા છે. જો કે આ તમામ મસાલાઓનું મિશ્રણ કરીને ગરમ મસાલો પણ બનાવવામાં આવે છે. છતા પણ દરેક ખોરાકમાં માત્ર ગરમ મસાલો એડ કરવામાં નથી આવતો. ગુજરાતી કે કાઠિયાવાડી કઢી બનાવવાની હોય ત્યારે તેમાં તજપત્તા, જાવંત્રી, લવિંગ વગેરે નાંખીને જ બનાવવામાં આવે છે. એવી જ રીતે ફ્રાય રાઇસ કે પછી વેજીટેબલ બિરયાની બનાવતા સમયે પણ આ તમામ મસાલાઓનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. અરે ઘણા બધા ઘરમાં તો છાશમાં પણ લવિંગ, તજનો વઘાર કરવામાં આવે છે.