Not Set/ છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌઘરીએ ભાભર ખાતે હાઇટેક રોડશો કર્યો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા વિસ્તારમાં છેલ્લી ઘડીના ચુંટણી પ્રચારનો માહોલ જામ્યો છે ત્યારે વાવ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર શંકર ચૌઘરીએ ભાભર ખાતે હાઇટેક રોડશો યોજ્યો હતો. રોડશો દરમિયાન શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડશોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન વાવમાં પણ દલિત સંમેલન યોજાયુ હતું, જેમાં રાજ્યસભાના સાંસદ મહંતશ્રી […]

Gujarat
shankar chaudhary છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌઘરીએ ભાભર ખાતે હાઇટેક રોડશો કર્યો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા વિસ્તારમાં છેલ્લી ઘડીના ચુંટણી પ્રચારનો માહોલ જામ્યો છે ત્યારે વાવ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર શંકર ચૌઘરીએ ભાભર ખાતે હાઇટેક રોડશો યોજ્યો હતો. રોડશો દરમિયાન શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડશોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન વાવમાં પણ દલિત સંમેલન યોજાયુ હતું, જેમાં રાજ્યસભાના સાંસદ મહંતશ્રી શંભુનાથજી ટુંડીયાએ હાજરી આપી હતી. તેમણે શંકર ચોધરીને માથે તિલક કરી તેમને વિજયનો આશીર્વાદ આપ્યો હતો. ચુંટણી પ્રચારનો સમય પૂરો થયા પછી શંકર ચોધરી પદયાત્રા કરીને લોકો સાથે સીધો સંપર્ક કરશે.