Not Set/ અમદાવાદ/ જમાલપુર APMC પહોંચ્યા ખેડૂતો, જેતલપુર APMC બંધ થતાં ખેડૂતો થયા પરેશાન

  અમદાવાદના જમાલપુર શાકમાર્કેટ ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂત અને વેપારીઓ એકઠા થયા હતા. એક મહિના માટે શાક માર્કેટ જેતલપુર ખાતે ટ્રાન્સફર થયું હતું. 31 જુલાઇના રોજ જેતલપુર માર્કેટ બંધ કરવામાં આવતા તેના બાદ પણ જમાલપુર શાક માર્કેટ શરૂ ન કરતા, ખેડૂતો અને શભાજીના વેપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જેથી આજ રોજ કેટલાક […]

Ahmedabad Gujarat
50c19b68e7d33590b5309855260a1db0 અમદાવાદ/ જમાલપુર APMC પહોંચ્યા ખેડૂતો, જેતલપુર APMC બંધ થતાં ખેડૂતો થયા પરેશાન
50c19b68e7d33590b5309855260a1db0 અમદાવાદ/ જમાલપુર APMC પહોંચ્યા ખેડૂતો, જેતલપુર APMC બંધ થતાં ખેડૂતો થયા પરેશાન 

અમદાવાદના જમાલપુર શાકમાર્કેટ ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂત અને વેપારીઓ એકઠા થયા હતા. એક મહિના માટે શાક માર્કેટ જેતલપુર ખાતે ટ્રાન્સફર થયું હતું. 31 જુલાઇના રોજ જેતલપુર માર્કેટ બંધ કરવામાં આવતા તેના બાદ પણ જમાલપુર શાક માર્કેટ શરૂ ન કરતા, ખેડૂતો અને શભાજીના વેપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જેથી આજ રોજ કેટલાક ખેડૂતો શાકભાજી લઇ જમાલપુર શાક માર્કેટ પહોચ્યા હતા.

છેલ્લા ચાર મહિનાથી જમાલપુર APMC ને જેતલપુર ખસેડતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેથી ખેડૂતોએ જમાલપુર APMC શરૂ કરવાની માંગ કરી હતી.

કમિશન એજન્ટ અને જમાલપુર માર્કેટના સિક્યુરીટી કર્મચારીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું. દરવાજા ખોલી ખેડૂતોની શાકભાજી માર્કેટમાં લવાઇ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થતા સિક્યોરિટી સ્ટાફે ફરી માર્કેટના દરવાજા બંધ કર્યા હતા. જેના બાદ પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને માર્કેટની અંદર પહોંચેલી શાકભાજીની ગાડીઓ બહાર કાઢી હતી. માર્કેટમાં રહેલા વેપારી અને મજુરોને માર્કેટની બહાર મોકલ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.