Not Set/ બનાસકાંઠામાં ST કર્મીઓની હડતાળ: વિદ્યાર્થીઓ અટવાયા, પેપર બગડતાં વ્યવસ્થા ઉભી કરવાની માંગ

બનાસકાંઠા, બનાસકાંઠા જીલ્લા એસ.ટી વિભાગના 3284 જેટલા કર્મચારીઓ આજે માસ સિએલ ઉપર ઉતરી સામુહિક હડતાલ કરતા યાત્રાધામ અંબાજી નું બસ સ્ટેન્ડ સુમસાન બન્યું હતું. આજે સવારથી જ અંબાજીમાં યાત્રીકોનું ઘસારો હોવા છતાં બસસ્ટેન્ડ ઉપર બસો બંધ હોવાથી યાત્રીકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલુંજ નહીં આજથી યુનિર્વસીટીની પરીક્ષાઓ પણ ચાલુ થતાં વિદ્યાર્થીઓ અટવાઇ પડ્યાં હતા. જીપ […]

Top Stories Gujarat Others
mantavya 272 બનાસકાંઠામાં ST કર્મીઓની હડતાળ: વિદ્યાર્થીઓ અટવાયા, પેપર બગડતાં વ્યવસ્થા ઉભી કરવાની માંગ

બનાસકાંઠા,

બનાસકાંઠા જીલ્લા એસ.ટી વિભાગના 3284 જેટલા કર્મચારીઓ આજે માસ સિએલ ઉપર ઉતરી સામુહિક હડતાલ કરતા યાત્રાધામ અંબાજી નું બસ સ્ટેન્ડ સુમસાન બન્યું હતું.

આજે સવારથી જ અંબાજીમાં યાત્રીકોનું ઘસારો હોવા છતાં બસસ્ટેન્ડ ઉપર બસો બંધ હોવાથી યાત્રીકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલુંજ નહીં આજથી યુનિર્વસીટીની પરીક્ષાઓ પણ ચાલુ થતાં વિદ્યાર્થીઓ અટવાઇ પડ્યાં હતા.

જીપ ચાલકો પોતાની મનમાની ચલાવી બે ફામ ભાડાં વસુલી રહ્યા છે.

જેને લઇ વિદ્યાર્થીઓમાં પણ રોષની લાંગણી જોવા મળી હતી. જીલ્લાની 568 રૂટની બસો બંધ કરાઇ હતી ને અંબાજી એસ.ટી ડેપો ઉપર કર્મચારીઓએ કાર્યલયને તાળાબંધી પણ કરી હતી. આજે એસ.ટી બસો બંધ થતાં ખાનંગી જીપ ચાલકો પોતાની મનમાની ચલાવી બે ફામ ભાડાં વસુલી રહ્યા છે.

જેથી મુસાફરોમાં રોષ ભભુકી ઉઠ્યો હતોને વહેલી તકે બસો ચાલું કરવાં માંગ કરી રહ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓને આજે પેપર બગડતાં સરકારી અધીકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાય તેવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.

આજની આ હડતાલ મામલે એસ.ટી કર્મચારીઓ પોતાની માંગણીઓ સાથે મક્કમ બન્યાં હતા અને જ્યા સુધી પોતાના પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ સમય માટે વાહન-વ્યવહાર બંધ રાખવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.