Not Set/ અમદાવાદ : ડેની કોફી બારમાં યુવક પર કરાયો ઘાતકી હુમલો, બે ઘાયલ

અમદાવાદ, અમદાવાદ શહેરના છેવાડે થલતેજ વિસ્તારમાં કોફી બારમાં સોહિલ ઠાકોર નામના યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હતો. યુવાન કોફી બારમાં હતો ત્યારે કારમાં આવેલા બે શખ્સોએ તેની ઉપર છરી વડે હુમલો કર્યો હતો. યુવકને બચાવવા માટે તેનો મિત્ર વચ્ચે પડતા તેને પણ છરીના ઘા વાગ્યા હતા. યુવક અને તેના મિત્ર પર છરીના ઘા માર્યા […]

Top Stories Ahmedabad Gujarat Videos
aaaam 2 અમદાવાદ : ડેની કોફી બારમાં યુવક પર કરાયો ઘાતકી હુમલો, બે ઘાયલ

અમદાવાદ,

અમદાવાદ શહેરના છેવાડે થલતેજ વિસ્તારમાં કોફી બારમાં સોહિલ ઠાકોર નામના યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હતો. યુવાન કોફી બારમાં હતો ત્યારે કારમાં આવેલા બે શખ્સોએ તેની ઉપર છરી વડે હુમલો કર્યો હતો. યુવકને બચાવવા માટે તેનો મિત્ર વચ્ચે પડતા તેને પણ છરીના ઘા વાગ્યા હતા. યુવક અને તેના મિત્ર પર છરીના ઘા માર્યા બાદ બે ભાઇઓ પોતાની કાર લઇને ભાગી ગયા હતા.

આપને જણાવીએ કે થલતેજ વિસ્તારમાં આવેલ ઠાકોરવાસમાં રહેતા રાજેશ ઠાકોરે (ઉ.વ ૩૦ વર્ષીય) સોલા પોલીસ સ્ટેશનમાં બે યુવકો સામે હત્યાનો પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. રાજેશભાઇના મોટાભાઇનો પુત્ર સાહિલ અને તેના મિત્ર પર ગઇ કાલે થલતેજ અંડરબ્રીજ પાસે આવેલ ડેની કોફી બારમાં બે સગાભાઇઓ જીવલેણ હુમલો કરીને ભાગી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

છરીના ઘા સાહિલને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત નાજુક છે, સાહિલને હાલ આઇસીયુમાં રાખવામાં આવ્યો છે જ્યારે તેના મિત્ર ધ્રુવિલને સામાન્ય ઇજા પહોંચી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગઇ કાલે મોડી રાત્રે રાજેશ તેના પરિવાર સાથે ઘરે ટીવી જોતો હતો. ત્યારે જ સાહિલ લોહીથી લથપથ હાલતમાં ઘરે આવ્યો હતો, જે જોઇને ઘરના તમામ લોકો ચોંકી ઊઠ્યા હતા. લોહીથી લથપથ હાલતમાં આવેલો સાહિલ જમીન પર ઢળી પડ્યો હતો, જેને જોઇને કાકા રાજેશ અને અન્ય લોકો તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

જ્યારે સાહિલ ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે પહોંચ્યો હતો ત્યારે તેને તેના પરિવારના લોકોને કહ્યું કે તે તેના મિત્રો સાથે મોડી રાત્રે થલતેજ અંડરબ્રીજ પાસે આવેલ ડેની કોફી બારમાં બેઠો હતો. તે દરમિયાન સ્વીફ્ટ કાર લઇને બે ભાઈયો આશિષ ઠાકોર અને દિપક ઠાકોર ત્યાં આવ્યા હતા. કોફી બાર બંધ થઇ ગયું હતું બન્ને ભાઇઓએ તેનો દરવાજો ખોલવાનું કહ્યું હતું.

કોફીબારમાં બંધ થઈ ગયું હોવાથી સાહિલ અને ત્યાં કામકરતા અન્ય કર્મચારીઓએ કોફી બારનો દરવાજો ખોલવાની ના પાડતા બન્ને ભાઇઓ આશિષ ઠાકોર અને દિપક ઠાકોર ઉશ્કેરાયા હતા અને ગાળો બોલીને દરવાજો તોડી નાખ્યો હતો.  દરવાજો તોડી નાખ્યા બાદ બન્ને ભાઇઓ કોફી બારની અંદર ઘૂસી સાહિલના પેટના તેમજ છાતીના ભાગે ઉપરાછાપરી છરીનાં ઘા ઝીંકી દીધા હતા.

સાહિલ પર હુમલો થતાં તેના મિત્રો જે કોફી બારમાં હાજર હતા તે તરત જ તેને છોડાવવા માટે દોડી આવ્યા હતા. સાહિલને બચાવવા માટે આવેલ તેના મિત્ર ધ્રુવિલ પટેલને પણ બરડાના ભાગે છરીના ઘા વાગ્યા હતા.

આ બનાવ અંગે આશિષ ઠાકોર અને દીપક ઠાકોર સામે ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે.

સાહિલ ઉપર હુમલો કયા કારણસર કરવામાં આવ્યો તે વિષે એચએએલ કોઈ માહિતી મળી નથી પરંતુ પોલીસને શંકા છે કે બન્ને ભાઇઓ આશિષ ઠાકોર અને દીપક ઠાકોરે કોઈ જૂની અદાવતને ધ્યાનમાં રાખીને તેના પર આ હુમલો કર્યો છે.

આ મામલે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.એચ.ગઢવીએ કહ્યું કે ચાર મહિના પહેલા થયેલા  ઝઘડાની અદાવત રાખીને સાહિલ ઉપર આ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.