Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ પ્રધાનમંત્રી જન-ધન યોજના : શૂન્ય બેલેન્સ ખાતાઓમાં જોવા મળ્યા 1 લાખ કરોડ રૂપિયા

પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ, બેંક ખાતાઓ શૂન્ય બેલેન્સ પર ખોલવામાં આવે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં એક લાખ કરોડથી પણ વધુ રકમ જમા છે. આ વાત એક આરટીઆઈ અરજી દ્વારા સામે આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ સ્વતંત્રતા દિવસે સંબોધન દરમિયાન સામાન્ય નાગરિકોને […]

August 17, 2019August 17, 2019hardik shah
Business

પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ, બેંક ખાતાઓ શૂન્ય બેલેન્સ પર ખોલવામાં આવે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં એક લાખ કરોડથી પણ વધુ રકમ જમા છે. આ વાત એક આરટીઆઈ અરજી દ્વારા સામે આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ સ્વતંત્રતા દિવસે સંબોધન દરમિયાન સામાન્ય નાગરિકોને બેંકો સાથે જોડવા અને એકીકૃત વિકાસ માટે પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ સામાન્ય માણસને બેંક સાથે જોડવાનો હતો. 28 ઓગષ્ટ, 2014 નાં રોજ તેની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં ઝીરો બેલેન્સ પર ખાતા ખોલવાની જોગવાઈ છે.

પ્રધાનમંત્રી જન ધન યોજનાનો ઉદ્દેશ સમાજનાં તે ભાગને જોડવાનો છે, જે આર્થિક આપત્તિઓને કારણે બેંકોમાં ખાતા ખોલી શકતો નથી. આ સાથે સરકારની યોજનાઓ હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટની રકમ સીધા બેંક ખાતામાં મોકલવાનો હેતુ છે. મધ્યપ્રદેશનાં નીમચ જિલ્લાનાં સામાજિક કાર્યકર ચંદ્રશેખર ગૌરે માહિતીનાં અધિકાર હેઠળ નાણાં મંત્રાલય પાસેથી પ્રધાનમંત્રી જનધન યોજનાની વિગતો માંગી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે 17 જુલાઈ, 2019 સુધીમાં આ યોજના હેઠળ 36.25 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાંથી 1, 00,831 કરોડ જમા થયા છે.

આ આરટીઆઈમાં મળેલી માહિતી બતાવે છે કે, આ યોજનાનાં પાંચ વર્ષ પૂરા થયા બાદ પણ પ્રધાનમંત્રી જન ધન યોજનાનાં 4.99 કરોડ ખાતામાં શૂન્ય બેલેન્સ છે. આ રીતે, આરટીઆઈથી મળેલી માહિતી પરથી જાણવા મળે છે કે બેંકોમાં ખાતા ખોલાવતા ગરીબ લોકોમાંથી લગભગ 14 ટકા એવા લોકો છે જેમના ખાતામાં એક રૂપિયો પણ નથી. આ યોજના હેઠળ બેંકોનાં ખાતાઓમાં લઘુતમ બેલેન્સની કોઈ શરત નથી. ખાતા પણ શૂન્ય બેલેન્સ પર ટકી રહે તેવી જોગવાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર, ડેમના 7 ગેટ ખોલાયા
અમદાવાદ : ડેની કોફી બારમાં યુવક પર કરાયો ઘાતકી હુમલો, બે ઘાયલ

More Posts

WPI

bussiness news/ 44 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, ઇંધણ-વીજળી 27.4% મોંઘાં; ખરીફ વાવણીમાં પણ મોટો ઘટાડો

July 15, 2026July 15, 2026Reena Mamnani

Not Set/ રિલાયન્સ જામનગરમાં 5000 એકરમાં ધીરુભાઇ અંબાણી ગ્રીનએનર્જી ગીગા કોમ્પ્લેક્સ બનાવશે

June 26, 2021June 26, 2021Bhavini vasani
Sensex down

સેન્સેક્સ ખાબક્યો/ વૈશ્વિક બેન્કિંગ કટોકટીની અસરઃ BSE સેન્સેક્સ 700 પોઇન્ટ અને નિફ્ટી 205 પોઇન્ટ ડાઉન

March 20, 2023March 20, 2023jani

Stock Market/ માર્કેટમાં કડાકો એક જ દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો

August 2, 2023jani

Budget 2024/ બજેટ સત્રની શરૂઆત, શું છે વચગાળાના બજેટને લઈને અગ્રણી બ્રોકરોની અપેક્ષા

January 31, 2024January 31, 2024Heena Dave

Knowledge/ રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું ફુલ ફોર્મ જાણો છો ? ચાલો તમને જણાવીએ

August 9, 2021Bhavini vasani

Not Set/ લોકડાઉનમાં પારલે-જી નાં ખૂબ વેચાયા પેકેટ, જાણો તેના નામનો શું છે ઈતિહાસ અને ‘જી’ નો અર્થ

June 10, 2020jinal patel

Hindenburg report/ હિંડનબર્ગનો અહેવાલ આવતીકાલે શેરબજારમાં આવશે ભુકંપ?

August 11, 2024Mansi Panara
Myntra RBI Compounding Order

Business News/ FEMA કેસમાં Myntraને મોટી રાહત, RBIએ EDની NOC બાદ મામલો કર્યો બંધ

June 4, 2026June 4, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ કોરોના સંકટ વચ્ચે સોનાની ચમક પડી ફીંકી, માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડની માંગમાં આવ્યો 36 ટકાનો ઘટાડો

May 1, 2020jinal patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy