Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ પ્રધાનમંત્રી જન-ધન યોજના : શૂન્ય બેલેન્સ ખાતાઓમાં જોવા મળ્યા 1 લાખ કરોડ રૂપિયા

પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ, બેંક ખાતાઓ શૂન્ય બેલેન્સ પર ખોલવામાં આવે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં એક લાખ કરોડથી પણ વધુ રકમ જમા છે. આ વાત એક આરટીઆઈ અરજી દ્વારા સામે આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ સ્વતંત્રતા દિવસે સંબોધન દરમિયાન સામાન્ય નાગરિકોને […]

August 17, 2019August 17, 2019hardik shah
Business

પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ, બેંક ખાતાઓ શૂન્ય બેલેન્સ પર ખોલવામાં આવે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં એક લાખ કરોડથી પણ વધુ રકમ જમા છે. આ વાત એક આરટીઆઈ અરજી દ્વારા સામે આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ સ્વતંત્રતા દિવસે સંબોધન દરમિયાન સામાન્ય નાગરિકોને બેંકો સાથે જોડવા અને એકીકૃત વિકાસ માટે પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ સામાન્ય માણસને બેંક સાથે જોડવાનો હતો. 28 ઓગષ્ટ, 2014 નાં રોજ તેની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં ઝીરો બેલેન્સ પર ખાતા ખોલવાની જોગવાઈ છે.

પ્રધાનમંત્રી જન ધન યોજનાનો ઉદ્દેશ સમાજનાં તે ભાગને જોડવાનો છે, જે આર્થિક આપત્તિઓને કારણે બેંકોમાં ખાતા ખોલી શકતો નથી. આ સાથે સરકારની યોજનાઓ હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટની રકમ સીધા બેંક ખાતામાં મોકલવાનો હેતુ છે. મધ્યપ્રદેશનાં નીમચ જિલ્લાનાં સામાજિક કાર્યકર ચંદ્રશેખર ગૌરે માહિતીનાં અધિકાર હેઠળ નાણાં મંત્રાલય પાસેથી પ્રધાનમંત્રી જનધન યોજનાની વિગતો માંગી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે 17 જુલાઈ, 2019 સુધીમાં આ યોજના હેઠળ 36.25 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાંથી 1, 00,831 કરોડ જમા થયા છે.

આ આરટીઆઈમાં મળેલી માહિતી બતાવે છે કે, આ યોજનાનાં પાંચ વર્ષ પૂરા થયા બાદ પણ પ્રધાનમંત્રી જન ધન યોજનાનાં 4.99 કરોડ ખાતામાં શૂન્ય બેલેન્સ છે. આ રીતે, આરટીઆઈથી મળેલી માહિતી પરથી જાણવા મળે છે કે બેંકોમાં ખાતા ખોલાવતા ગરીબ લોકોમાંથી લગભગ 14 ટકા એવા લોકો છે જેમના ખાતામાં એક રૂપિયો પણ નથી. આ યોજના હેઠળ બેંકોનાં ખાતાઓમાં લઘુતમ બેલેન્સની કોઈ શરત નથી. ખાતા પણ શૂન્ય બેલેન્સ પર ટકી રહે તેવી જોગવાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર, ડેમના 7 ગેટ ખોલાયા
અમદાવાદ : ડેની કોફી બારમાં યુવક પર કરાયો ઘાતકી હુમલો, બે ઘાયલ

More Posts

Business News/ ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં મોટો વધારો થયો છે, જ્યારે પાકિસ્તાનના ખજાનામાં ઘટાડો થયો છે, જુઓ આંકડા

April 25, 2025April 25, 2025Panara Mansi

Not Set/ આ શહેરોમાં સૌથી પહેલા મળશે JIO ગીગા ફાઈબર નેટવર્કની સુવિધા, રિપોર્ટમાં કરાયો દાવો

November 17, 2018November 16, 2018Harshid Patel

Income Tax/ પતિના રૂપિયાનું રોકાણ કરનારી મહિલાઓ ટેક્સ ચૂકવવા તૈયાર રહે!

April 20, 2024Komal Patel
'Maharaja' with a big mustache will be seen in a new look in Air India, the 76-year-old relationship will end!

Air India Vistara Merge/ એર ઈન્ડિયામાં નવા લુકમાં જોવા મળશે મોટી મૂછોવાળા ‘મહારાજા’, 76 વર્ષ જૂનો સંબંધ છુટશે!

July 26, 2023khusbu pandya

Not Set/ ૧૯ મહિનાના નીચલા સ્તર પર રૂપિયો, ડોલરના મુકાબલામાં ૩૦ પૈસા ઘટીને ૬૮.૫૪ પર પહોચ્યો ભારતીય રૂ.

June 27, 2018June 27, 2018Harshid Patel

Twitter/ ટ્વિટર ખરીદવાથી એલોન મસ્કની નાણાકીય બાબતોને કેવી અસર થશે? ટ્વિટરમાં કોઈ ફેરફાર થશે ?

April 26, 2022padma prajay

Business News/ 0% મેકિંગ ચાર્જ… છતાં, ઘરેણાં આટલા મોંઘા કેમ છે? જ્વેલર્સ દ્વારા વસૂલવામાં આવતી પાંચ ફી….

October 4, 2025Pansara Shruti
Railway's gift

IRCTC Tour Package/ ધાર્મિક યાત્રાના મુસાફરોને રેલવેની મોટી ભેટ, ઓક્ટોબરમાં મળશે આ સુવિધા

September 11, 2023khusbu pandya
Oppo India

Oppo India/ વધુ એક ચીની મોબાઈલ કંપની Oppo India એ કરી રૂ. 4389 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરી! DRIનો પર્દાફાશ

July 13, 2022July 13, 2022Maya Sindhav

Not Set/ અમેરિકન બજારોમાં કડાકા પાછળ સેન્સેક્સમાં 400 અને નિફ્ટીમાં 100 પોઈન્ટનું ગાબડું

October 19, 2018October 19, 2018Jay Mehta
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy