Not Set/ પાટણ : ખાબડી તળાવમાં બાળક પડ્યું, તરવૈયાઓએ લગાવી છલાંગ

પાટણના ખાબડી તળાવ પાસે રમતા બાળક તળાવમાં પડી ગયું હતું. અને ડૂબી ગયું હતું. હારિજના ભીલવાસ વિસ્તારના ખાબડી તળાવમાં બાળક ડૂબ્યો હોવાનું માલુમ પડતા સ્થાનિકો સ્થળ પર દોડી ગયા હતા. દરમિયાન તરવૈયાઓએ બાળકને શોધવા માટે નદીમાં છલાંગ લગાવી હતી. સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સાથે રમતા બીજા બાળક દ્વારા ઘરે જાણ કરતાં […]

Gujarat Others
નિતિન1 1 પાટણ : ખાબડી તળાવમાં બાળક પડ્યું, તરવૈયાઓએ લગાવી છલાંગ

પાટણના ખાબડી તળાવ પાસે રમતા બાળક તળાવમાં પડી ગયું હતું. અને ડૂબી ગયું હતું. હારિજના ભીલવાસ વિસ્તારના ખાબડી તળાવમાં બાળક ડૂબ્યો હોવાનું માલુમ પડતા સ્થાનિકો સ્થળ પર દોડી ગયા હતા. દરમિયાન તરવૈયાઓએ બાળકને શોધવા માટે નદીમાં છલાંગ લગાવી હતી.

સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સાથે રમતા બીજા બાળક દ્વારા ઘરે જાણ કરતાં પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા.

તરવૈયાઓએ 3 કલાકની  ભારેજહેમત  બાદ બાળકને જીવતો બહાર નિકાળ્યો હતો. બાળક જીવતો મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.  આ બાળકને સારવાર અર્થે નજીક ની રેફરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ હારિજ  પોલીસ અને મામલતદાર પણ સ્થળ પર દોડી ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.