Not Set/ રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી વિવાદ/ SC નો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નીમવા આદેશ

ગુજરાત રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારીનો વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ને મહત્ત્વના નિર્દેશ આપ્યા છે. જેમાં રાજ્યની ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને અપાતા પ્રવેશમાં ચાલતી ગેરરીતિના આક્ષેપોની તપાસ માટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નીમ્વાનોઆદેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને નિર્દેશ કર્યો છે કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ત્રણથી પાંચ સભ્યોની ફેક્ટ […]

Ahmedabad Gujarat
HC રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી વિવાદ/ SC નો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નીમવા આદેશ

ગુજરાત રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારીનો વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ને મહત્ત્વના નિર્દેશ આપ્યા છે. જેમાં રાજ્યની ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને અપાતા પ્રવેશમાં ચાલતી ગેરરીતિના આક્ષેપોની તપાસ માટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નીમ્વાનોઆદેશ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને નિર્દેશ કર્યો છે કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ત્રણથી પાંચ સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નીમવમ આવે અને આ કમિટીમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિને અધ્યક્ષ તરીકે નિમણુક કરવા સહિતના આદેશ કરવામાં આવ્યા છે. સાથે સાથે   શિક્ષણના ક્ષેત્રમાં વિદ્વતા હોય તેવા લોકો તેમજ સરકારી અધિકારીઓ આ સમિતિ નો ભાગ રહેશે.

ખાનગી શાળાઓ ઓછી બેઠક બતાવીને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં ગોલમાલ કરતી હોવાનો સુપ્રીમ કોર્ટમાં આરોપ લગાવાયો હતો. ગરીબ બાળકોના પ્રવેશ મુદ્દાને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ કાર્ય છે. આ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના બાદ ત્રણ મહિનામાં સમિતિએ રીપોર્ટ આપવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવા માટે બનાવવામાં આવેલા RTE કાયદા અનુસાર દરેક ખાનગી શાળાએ તેમના 25 ટકા ક્વોટા RTE હેઠળ જરૂરિયાતમંદ બાળકો માટે ફાળવવાનો હોય છે. પરંતુ પહેલા ધોરણમાં RTE હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ ન આપવો પડે તે માટે સંખ્યાબંધ ખાનગી શાળાઓ ઓછી વિદ્યાર્થી સંખ્યા દર્શાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન