Suicide/ સુરત સિવિલ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયને સ્યુસાઈડ નોટ લખી કર્યો આપઘાત

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતી અને સિવિલ હોસ્પિટલમાં કવાટર્સમાં રહેતી રમીક્ષા પટેલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો ઓવાનું સામે આવી રહ્યું છે.

Gujarat Surat
a 39 સુરત સિવિલ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયને સ્યુસાઈડ નોટ લખી કર્યો આપઘાત
  • સુરત સિવિલમાં આપઘાત઼
  • લેબ ટેક્નિશિયને કર્યો આપઘાત
  • સિવિલ કવાટર્સમાં ગળેફાંસો ખાઈનો આપઘાત કર્યો
  • કાયમી નોકરી ન થતાં આપઘાત કર્યો

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતી અને સિવિલ હોસ્પિટલમાં કવાટર્સમાં રહેતી રમીક્ષા પટેલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો ઓવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર ફરજ બજાવતા હતા અને કાયમી કરવા માટે ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવા છતાં કોઈ પ્રકાર કામગીરી નહીં થતાં આપઘાત કર્યો હોય તેવી આશંકા છે. 

આ મામલે મળતી માહિતી અનુસાર, મૃતક સવારે 8થી બપોરે 2 સુધી નોકરી કર્યા બાદ રૂમમાં આવ્યા. સાસુને હોલમાં બેસવાનું કહીને પોતે પંખા પર લટકી ગયા હતા. સાસુએ કાંઈક અજુગતુ થયાનો અણસાર થતા બૂમાબૂમ કરી તો એક યુવકે પાછળથી પાઈપથી ચડી બાલકનીમાં જઈને દરવાજો ખોલ્યો. મૃતકે બે દિવસ પહેલા ડીન પાસે રજા માટે પરવાનગી માગી હતી જો કે આપઘાતનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસને તપાસ દરમિયાન એક સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં જિંદગીથી કંટાળીને આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૃતક રમિક્ષાબેન પાંચ વર્ષથી કોન્ટ્રાક્ટ પર લેબ ટેક્નીશિયન નોકરી કરતા હતા.

આ પણ વાંચો : જોડિયા તાલુકાના જીરાગઢમાં એવું તો શું કરાયું કે, મહિલાને મરી જવા મજબુર થઇ

આ ઘટના બાદ સ્ટાફમાં કોઈની સાથે માથાકૂટ થયાં બાદ રમીક્ષાબેને આપઘાત કરી લીધો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જે વાત તેમના પતિ નીતેશ પટેલ સુધી પણ પહોંચી હતી. પાંચ વર્ષ સુધીના ફિક્સ પગારમાં જોડાયેલા લેબ આસિસ્ટન્ટ અને ટેક્નિશિયનને કાયમી નહીં કરાતા સોમવારે ગાંધીનગર ખાતે દેખાવા કરાયો હતો. જેમાં રમીક્ષાબેન સહિતના સુરતના 40થી વધુ લેબ આસિસ્ટન્ટ અને ટેક્નિશિયન જોડાયા હતા. આ મુદ્દે પણ અહીંના એક ઉચ્ચ તબીબી અધિકારીએ રમીક્ષાબેનને ઠપકો આપ્યો હોવાની વાત વહેતી થઈ છે. જેની સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવી શકે, તેમ છે.

આ પણ વાંચો : સિદ્ધપુરના સનનગરમાં જેઠ જેઠાણીએ મળી નાના ભાઈની વહુનું કાઢ્યું કારસ

રમિક્ષા પટેલ પોતાની નોકરીમાં કોઈ તણવામાં હતા કે કેમ તેના અંગે કોઈ માહિતી મળી નથી પરંતુ સિવિલના આંતરિક સૂત્રો આ અંગે તપાસના અંતે ઘણું બહાર આવી શકે છે તેવું જણાવી રહ્યા છે. જોકે, મૃતક મહિલાના પરિવાર માટે હાલનો સમય કપરો છે કેમ કે તેઓ પરિણીત હતા અને તેમના આ પગલાંથી પરિવાર માથે આભ ફાટ્યૂ છે.