Ahmedabad RTO/ અમદાવાદ RTOમાં લોકોને ધરમધક્કા સારથિનું સર્વર ખોટવાતા લોકો રઝળ્યા

અમદાવાદ RTOમાં લોકોને ધરમધક્કા સારથિનું સર્વર ખોટવાતા લોકો રઝળી પડ્યા હતા. ગુજરાતમાં આરટીઓના સર્વરમાં વારંવાર ખામી સર્જાતી હોય છે. અરજદારોની કામગીરી ઓનલાઇન અટવાઈ પડી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 04 24T110329.315 અમદાવાદ RTOમાં લોકોને ધરમધક્કા સારથિનું સર્વર ખોટવાતા લોકો રઝળ્યા

અમદાવાદઃ અમદાવાદ RTOમાં લોકોને ધરમધક્કા સારથિનું સર્વર ખોટવાતા લોકો રઝળી પડ્યા હતા. ગુજરાતમાં આરટીઓના સર્વરમાં વારંવાર ખામી સર્જાતી હોય છે. અરજદારોની કામગીરી ઓનલાઇન અટવાઈ પડી છે. આરટીઓનું સારથિ સર્વર ખોટવાતા હજારો લોકો રઝળી પડ્યા હતા.

અમદાવાદમાં આરટીઓમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી આરટીઓ સર્વર ઠપ્પ થવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને આ વખતે સારથિ સોફ્ટવેર ખોરવાતા હજારો લોકોએ હેરાન થવું પડ્યું હતું. લગભગ પાંચેક હજાર લોકોને ધરમધક્કો પડ્યો હતો. આરટીઓમાં હવે સર્વર ઠપ થવું જાણે સમસ્યા જ રહી નથી, કોઈ મહિનો બાકી નહી રહેતો હોય જ્યારે સર્વર ઠપ્પ નહીં થતું હોય. તેના લીધે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે.

લોકો પણ વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે સરકાર સર્વરની સમસ્યા પર ધ્યાન આપે. તેમા સુધારો કરે. સોફ્ટવેર અપડેટ કરે. જો કે સરકાર ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી આ મોરચે કોઈ પ્રગતિ થઈ રહી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ