ભીષણ આગ/ ગાંધીનગર પાસેના મોટેરા નજીક કારમાં આગ લાગવાનો બનાવ, ડ્રાયવર સુરિક્ષત

ગરમીનો પારો જેમ જેમ આગળ વધે છે તેમ તેમ વાહનોમાં આગ લાગવાના બનાવો પણ એટલા જ બનતા હોય છે. ઉનાળામાં વાહનોની અંદર એસીમાં કે અન્ય કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટના કારણે મોટા ભાગે આગ લાગતી હોય છે. આવી આગ કયારેજ જીવલેણ પણ બની જતી હોય છે. ઉનાળામાં વાહનચાલકે પોતાની કાર કે પછી અન્ય વાહનની પૂરતી તકેદારી […]

Gujarat
cricket 57 ગાંધીનગર પાસેના મોટેરા નજીક કારમાં આગ લાગવાનો બનાવ, ડ્રાયવર સુરિક્ષત

ગરમીનો પારો જેમ જેમ આગળ વધે છે તેમ તેમ વાહનોમાં આગ લાગવાના બનાવો પણ એટલા જ બનતા હોય છે. ઉનાળામાં વાહનોની અંદર એસીમાં કે અન્ય કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટના કારણે મોટા ભાગે આગ લાગતી હોય છે. આવી આગ કયારેજ જીવલેણ પણ બની જતી હોય છે. ઉનાળામાં વાહનચાલકે પોતાની કાર કે પછી અન્ય વાહનની પૂરતી તકેદારી રાખીને તેની યોગ્ય સર્વિસ કરાવવી જોઈએ જેથી મોટી જાનહાની બનતા દૂર થાય.

તાજેતરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર પાસેના મોટેરા નજીક આજે ભર બપોરે એક ફોરવહીલરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. વાહનચાલકે ખુબજ હિંમતપૂર્વક પોતાની કારને રોડના સાઈડમાં ઉભી રાખીને ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા. જેથી મોટી જાનહાની બનતા અટકી ગઈ હતી. કારમાંથી ધુમાડા નીકળતા દેખાતા આસપાસના લોકોએ કારને ઓલવવા માટેના પ્રયાસો કરીને જોડે ફાયરબ્રિગેડને પણ ફોન કરી દેતા ફાયર બ્રિગેડની એક ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક કારમાં લાગેલી આગને કાબુમાં મેળવી લેતા આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.