Narmada/ રિસાયેલી પત્ની ઘરે પરત નહીં આવતા યુવકે ઝેરી દવા પીધી, બચી ગયો તો બીજા માળેથી કૂદ્યો, પછી જે થયું તે….

પત્ની પિયરમાંથી પરત નહીં આવતા યુવકે પહેલા ઝેરી દવા પીધી હતી જ્યાં સારવાર દરમિયાન મોતની છલાંગ લગાવી

Gujarat Others

(વસિમ મેમણ – પ્રતિનિધિ દ્વારા, તિલકવાડા)

નાંદોદ તાલુકાના ભચરવાડા ગામની યુવતીના લગ્ન અંકલેશ્વર તાલુકાના મંડવા ગામે થયા હતા. પરંતુ કોઈક કારણોસર મહિલા ભચરવાડા ગામે પિયરમાં આવી ગયી હતી. યુવતી પરત ઘરે નહીં આવતા યુવકે ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, અહીં બીજા મળેથી કુદી પડતા વધુ સારવાર અર્થે વડોદરા એસ એસ જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર લાલાભાઇ કાંતિભાઈ વસાવાની પત્ની નિશાબેન લાલાભાઇ વસાવા છેલ્લા દોઢ મહિનાથી પોતાના પિયર ભચરવાડા ગામે આવી ગઇ હતી. તારીખ 10/11/2023 ના રોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં લાલાભાઇ વસાવા પત્ની નિશાનબેનને ભચરવાડા ગામે લેવા માટે આવ્યા હતા. પરંતુ નિશાબેન વસાવા માંડવા ગામે જવાની ના પાડી હતી.

પત્નીએ સાથે આવવાની ના પાડતા લાલાભાઇ વસાવાને મનમાં લાગી આવતા તેઓએ ઘરમાં પડેલી તુવેરમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા. આ ઘટનાને પગલે તેઓને સારવાર અર્થે રાજપીપલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ હોય પરંતુ તેઓ બીજા મારેથી પોતાની જાતે નીચે કૂદી જતાં લાલાભાઇના હાથ, પગના ભાગે તથા આંખોના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટનાને પગલે તેઓને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ રાજપીપલા પોલીસને થતા રાજપીપળા પોલીસે જાણવાજોગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read More: પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ મહોત્સ્વની ઉજવણી કરવામાં આવી

Read More: Ahmedabad/ શહેર પોલીસ દ્વારા શહીદોના પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છા

Read More: જુઓ વીડિયો/અમદાવાદની સડકો પર અફઘાનિસ્તાનના આ ક્રિકેટરનો હૃદય સ્પર્શી વીડિયો વાયરલ


નર્મદા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

નર્મદા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube 

Download Mobile App : Android | IOS