Anand/ બોરસદમાં તમાકુના વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યાં

મકાનમાં ઉપરના માળે પરિવાર ઘસઘસાટ ઉંઘતો હતો તે વખતે બારીના સળીયા તોડી મકાનમાં ઘુસેલાં તસ્કરોએ તિજોરીમાંથી 30 હજારના મુદ્દામાલની ચોરી કરી

Gujarat Others

(તીર્થ પંડ્યા – પ્રતિનિધિ, ડાકોર)

બોરસદ તાલુકાના વહેરા ગામમાં રહેતાં તમાકુના વેપારીના મકાનમાં રાત્રીના સમયે ચોરીની ઘટના બની છે. વેપારી અને તેમના પરિવારજનો ગત રાત્રે સાડા બાર વાગ્યા સુધી દિવાળી મનાવ્યાં બાદ મકાનના ઉપરના માળે જઈને સુઈ ગયાં હતાં. દરમિયાન મોડી રાત્રીના સમયે ત્રાટકેલાં તસ્કરો તેમના મકાનમાં નીચેના માળે બારીના સળીયા તોડી અંદર ઘુસ્યાં હતાં અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 30 હજારના મુદ્દામાલની ચોરી કરી ભાગી ગયાં હતાં. આ મામલે વેપારીની ફરીયાદને આધારે બોરસદ રૂરલ પોલીસે અજાણ્યાં તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બોરસદ તાલુકાના વહેરા ગામમાં આવેલ સંકલ્પ સોસાયટીમાં રહેતાં 40 વર્ષીય વિરલભાઈ ભાયલાલભાઈ ઠક્કર તમાકુનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિરલભાઈ અને તેમના પરિવારે ગતરોજ રાત્રીના સાડા બાર વાગ્યા સુધી દિવાળીનો પર્વ ઉજવ્યો હતો. જે બાદ વિરલભાઈ, તેમની પત્નિ અને બંને સંતાનો મકાનના ઉપરના માળે જઈને સુઈ ગયાં હતાં. દરમિયાન રાત્રીના સમયે તસ્કરોએ વિરલભાઈના મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું. આ તસ્કરો વિરલભાઈના મકાનની બારીના સળીયા તોડી, અંદર ઘુસ્યાં હતાં અને ગણતરીની મીનીટોમાં જ ચોરી કરી ભાગી ગયાં હતાં.

બીજા દિવસે એટલે કે આજરોજ વહેલી સવારે વિરલભાઈના મકાનની બારીના સળીયા તુટેલાં હોવાનું તેમના પાડોશીના ધ્યાનમાં આવ્યું હતું. જેથી તેઓએ ફોન કરીને આ અંગેની જાણ વિરલભાઈને કરતાં, તેઓ તુરંત જ નીચે દોડી આવ્યાં હતાં. તે વખતે તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને સરસામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. તેમજ બારીના સળીયા પણ તુટેલા હોવાથી મકાનમાં ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.

વિરલભાઈએ તપાસ કરતાં, તિજોરીમાંથી હાથીદાંતની 4 નંગ ચુડીયો કિંમત રૂ.10,000, એક જોડ સોનાની બુટ્ટી કિંમત રૂ.5000, ચાંદીની પાંચ મૂર્તિઓ કિંમત રૂ.5000 તેમજ રોકડા રૂ.10,000 તેમજ મળી કુલ રૂ.30,000 ના મુદ્દામાલ ચોરાયો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત તસ્કરો બાળકોની સ્કુલબેગ પણ ચોરી કરી લઈ ગયા હતાં. આ સમગ્ર મામલે વેપારી વિરલભાઈ ઠક્કરે બોરસદ રૂરલ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read More: Dakor Temple/પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ મહોત્સ્વની ઉજવણી કરવામાં આવી

Read More: Narmada/રિસાયેલી પત્ની ઘરે પરત નહીં આવતા યુવકે ઝેરી દવા પીધી, બચી ગયો તો બીજા માળેથી કૂદ્યો, પછી જે થયું તે….

Read More: અમદાવાદ/અમદાવાદના એક રેસ્ટોરન્ટમાંથી મસાલા પાપડમાંથી નિકળ્યો જીવતો વંદો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા


આણંદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

આણંદ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

ખેડા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

ખેડા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube 

Download Mobile App : Android | IOS