Chhotaudepur News : છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પંથક વિસ્તારમાં ભારે વરસાદને કારણે શરૂઆતનો વરસાદ મુશ્કેલી ભર્યો બની રહ્યો છેસંખેડા ગામમાં આવેલા ઝવેરીવાગા વિસ્તારમાં ભારે વરસાદ વિનાશ લાવ્યો છે આજે પડેલા ભારે વરસાદને કારણે પગલે એક પછી એક કરીને ત્રણ મકાનો ધરાશાઈ થઇ ગયા છે. જેમાં એક રહેણાક મકાન અને બે બિન-રહેણાક મકાનોનો સમાવેશ થાય છે.

મકાનો ધરાશાઈ થતાં કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેના કારણે કારને ભારે નુકશાન થયું છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાની ઘટનાની નોંધ કરવામાં આવી નથી.
આજે વહેલી સવારે પડેલા બે કલાકમાં પાંચ ઇંચ જેટલા ધોધમાર વરસાદને કારણે મકાનો ધરાશાઈની ઘટના બાદ તંત્રએ તત્કાલ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરે અને જિલ્લામા આવેલા અન્ય જર્જરિત મકાનોની તપાસ શરૂ કરવામા આવે જેથી વધુ દુર્ઘટનાઓ અટકાવવા માટે વહીવટી તંત્ર તજવીજ હાથ ધરે તે જરૂરી બન્યું છે
આ પણ વાંચો:છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ, 1 વ્યક્તિ અને 1 પશુંનું મોત
આ પણ વાંચો:આજે ગુજરાતના આ આઠ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના
આ પણ વાંચો:ગરમીનું તાપમાન રહેશે ઊંચુ, કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડશે
