Not Set/ મોરબી : વાતાવરણમાં પલટાની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ, કરા પડ્યા  

મોરબી, મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતારણમાં પલ્ટો આવ્યો છે. ગઈ કાલે અચાનક ભર ઉનાળામાં વરસાદી અને વાદળછાયા વાતાવરણ સર્જાયા બાદ અમુક વિસ્તારોમાં કમોસમી છાંટા પડ્યા હતા. બીજે દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો. વહેલી સવારે વરસાદી માવઠું આવ્યું હતું તેમજ બપોરે ફરીથી મોરબી શહેર અને ટંકારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલની વચ્ચે ગાજવીજ સાથે […]

Gujarat Rajkot
Morbi rain 2 મોરબી : વાતાવરણમાં પલટાની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ, કરા પડ્યા  

મોરબી,

મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતારણમાં પલ્ટો આવ્યો છે. ગઈ કાલે અચાનક ભર ઉનાળામાં વરસાદી અને વાદળછાયા વાતાવરણ સર્જાયા બાદ અમુક વિસ્તારોમાં કમોસમી છાંટા પડ્યા હતા. બીજે દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો. વહેલી સવારે વરસાદી માવઠું આવ્યું હતું તેમજ બપોરે ફરીથી મોરબી શહેર અને ટંકારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલની વચ્ચે ગાજવીજ સાથે કમોસમી ભારે વરસાદ પડ્યો હતો. વરસાદની સાથોસાથ બરફના કરા પણ પડ્યા હતા.

Morbi rain મોરબી : વાતાવરણમાં પલટાની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ, કરા પડ્યા  
બરફના કરા પડ્યા

વરસાદના કારણે પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં હતા. છેલ્લા બે દિવસથી ભરઉનાળે ચોમાસી માહોલ સર્જાતા ખાસ કરીને ખેડૂતોમાં આ વાતાવરણના આ પલટાથી ચિંતાની લેહર જોવા મળી હતી. જયારે વાતાવરણમાં અચાનક પલટાના કારણે ગરમીનો પારો નીચે જતા લોકોને ગરમીમાં રાહત થઇ છે.