Not Set/ અમદાવાદ: 8 લાખની જૂની ચલણી નોટો સાથે 4 શખ્સોની ધરપકડ, કમિશન પર જૂની નોટ બદલવા માટે આવ્યા હતા

અમદાવાદઃ નોટબંધીના 3 મહિના કરતા વધુ સમય પસાર થઇ ગયો હોવા છતા જૂની નોટ કમિશન પર બદલવાનું હજી બંધ નથી થયું. અમદાવાદના એલ ડિવિઝન દ્વારા ચાર શખ્સોની 8 લાખની 500 ની જૂની નોટો સાથે ધરપકડ કરવામાં આવી છે. જેમા પોલીસે 500 રૂપિયાની 275 નોટ, 1000 રૂપિયાની 664 નોટો અને 4 મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો […]

Gujarat India
01 1486178648 1 અમદાવાદ: 8 લાખની જૂની ચલણી નોટો સાથે 4 શખ્સોની ધરપકડ, કમિશન પર જૂની નોટ બદલવા માટે આવ્યા હતા

અમદાવાદઃ નોટબંધીના 3 મહિના કરતા વધુ સમય પસાર થઇ ગયો હોવા છતા જૂની નોટ કમિશન પર બદલવાનું હજી બંધ નથી થયું. અમદાવાદના એલ ડિવિઝન દ્વારા ચાર શખ્સોની 8 લાખની 500 ની જૂની નોટો સાથે ધરપકડ કરવામાં આવી છે. જેમા પોલીસે 500 રૂપિયાની 275 નોટ, 1000 રૂપિયાની 664 નોટો અને 4 મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ હાથ ધરેલી પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ 40 ટકાના કમિશન પર જૂની નોટ વટાવવા માટે આવ્યા હતા.

જૂની 500 અને 1000 ની નોટ NRI સિવાય આમ લોકો નથી બદલી શક્તા અને એ પણ RBI ની મુખ્ય શાખામાં જ બદલવામાં આવે છે. ત્યારે નોટ બદલવા આવેલા આ 4 શખ્સોને કોની સાથે સેટિંગ કર્યું હતું. તે સવાલ ઉભો થાય છે. કેમ કે, કોઇ બેન્કના અધિકારી સાથેની ઓળખ વગર આવળી મોટી રમક લઇને કઇ રીતે નીકળી શકે.

તો બીજી તરફ શક્રવાર સરકારે રાજ્યસભામાં એક બલ રજૂ કર્યું હતું જેમા 500 અને 1000 ની નોટ રાખવા પર 10 હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.