Heart Attack/ રાજકોટમાં ઓફિસમાં કામ કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત

40 વર્ષિય યુવકના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો

Gujarat Rajkot Trending Videos
Mansi 16 રાજકોટમાં ઓફિસમાં કામ કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત

રાજકોટઃ રાજ્યમાં કોરોના બાદ નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં વધુ એક યુવાનના હ્રદયે દીધો દગો દીધો હોવાની સામે આવી છે. ઓફિસમાં કામ કરતી વખતે 40 વર્ષીય વ્યક્તિને હાર્ટએટેક આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો.

રાજકોટના ગાંધીગ્રામના સંતોષીપાર્કમાં 40 વર્ષિય રીનેશભાઇ કોઠારી જવાહર રોડ પર કંન્ટ્રક્શનની ઓફિસમાં કામ કરે છે. રાબેતા મુજબ તેઓ આજે નોકરી પર ગયા હતા. કામ કરતી વખતે રીનેશભાઈ અચાનક બેભાન થઇ ગયા હતા.

રીનેશભાઇને તાત્કાલિક સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, રીનેશભાઈનો જીવ બચાવી શકાયો નહોત અને તેમણે સિવિલમાં અંતિમશ્વાસ લીધા હતા. 40 વર્ષિય યુવકના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. રીનેશભાઈના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે.