Not Set/ અરવલ્લી/ અડદમાં નુક્સાન થતા ખેડૂતો નિરાશ, પ્રતિ ૨૦ કિલોએ ૨૦૦ રૂપિયા નુક્સાન

અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે અડદ વેચવામાં ખેડૂતોની નિરસતા જીલ્લાના એક પણ ખેડૂતે ટેકાના ભાવે અડદ વેચવા નોધણી ન કરાવી ટેકાના ભાવે વેચેલા માલના પૈસા સમયસર નહિ મળતા ખેડૂતોએ નીરસતા દાખવી માર્કેટમાં ૨૦ કિલો પાછળ ૫૪૦ થી ૧૯૦ રૂપિયા સુધી નુકશાન ખાઈને પણ વેચી રહ્યા છે અડદ ખરીફ સીજનમાં જીલ્લાની ૧૧૦૦૦ હજાર હેક્ટર જમીનમાં કરાયું હતું […]

Gujarat Others
ramayan 3 અરવલ્લી/ અડદમાં નુક્સાન થતા ખેડૂતો નિરાશ, પ્રતિ ૨૦ કિલોએ ૨૦૦ રૂપિયા નુક્સાન
  • અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે અડદ વેચવામાં ખેડૂતોની નિરસતા
  • જીલ્લાના એક પણ ખેડૂતે ટેકાના ભાવે અડદ વેચવા નોધણી કરાવી
  • ટેકાના ભાવે વેચેલા માલના પૈસા સમયસર નહિ મળતા ખેડૂતોએ નીરસતા દાખવી
  • માર્કેટમાં ૨૦ કિલો પાછળ ૫૪૦ થી ૧૯૦ રૂપિયા સુધી નુકશાન ખાઈને પણ વેચી રહ્યા છે અડદ
  • ખરીફ સીજનમાં જીલ્લાની ૧૧૦૦૦ હજાર હેક્ટર જમીનમાં કરાયું હતું અડદ નું વાવેતર

અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં સમયસર નહિ મળતા ખેડૂતોએ અડદને ટેકાના ભાવે વેચવા નોધણી કરાવી નથી. એટલું જ નહીં ખેડૂતો માર્કેડયાર્ડમાં પ્રતિ 20 કિલોએ 200 રૂપિયાનું નુક્સાન સહન કરીને અડદ વેચવા મજબૂર બન્યા છે. મોડાસા એપીએમસી ખાતે રોજની ૩૫ બોરી અડદની આવક ચાલુ થઇ છે, જેનો ઊંચામાં ૯૫૦ અને નીચામાં ૬૦૦ રૂપિયા ભાવ મળી રહ્યો છે.પરંતુ આ વેચાણમાં વેપારીઓ ખેડૂતો પાસેથી ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરી રહ્યા છે.

અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે વેચેલી મગફળીનું પેમેન્ટ સમયસર નહિ મળતા ખેડૂતોએ અડદને ટેકાના ભાવે વેચવા નોધણી  કરાવી  નાં હતી.  માર્કેટ યાર્ડમાં પ્રતિ ૨૦ કિલોએ ૨૦૦ રૂપિયા નુકશાન સહન કરીને અડદ વેચવા મજબુર બન્યા છે.

અરવલ્લી જીલ્લામાં ખરીફ સીજનમાં ખેડૂતોએ ૧૧ હજાર હેક્ટર જમીનમાં અડદનું વાવેતર કર્યું હતું.  વાવેતર બાદ પાક તૈયાર થતા  સરકાર દ્વારા અડદની ૧૧૪૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલો ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરાઈ છે. જે માટે ૧ જાન્યુઆરી થી નોધણી પ્રક્રિયા હાથ ધર્યા બાદ ૧૫ જાન્યુઆરી થી ખરીદી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે,

ત્યારે ટેકાના ભાવે વેચેલા માલના સમયસર પેમેન્ટ નહિ મળવાના કારણે જીલ્લામાં અત્યાર સુધી માં ટેકાના ભાવે એક પણ ખેડૂતે નોધણી કરાવી નથી. બીજી તરફ મોડાસા એપીએમસી ખાતે રોજની ૩૫ બોરી અડદની આવક ચાલુ થઇ છે જેનો ઊંચામાં ૯૫૦ અને નીચામાં ૬૦૦ રૂપિયા ભાવ મળી રહ્યો છે.પરંતુ આ વેચાણમાં વેપારીઓ ખેડૂતો પાસેથી ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને પ્રતિ ૨૦ કિલો પાછળ ૫૪૦ થી ૧૯૦  પ્રતિ ૨૦ કિલોએ ઓછા મળી રહ્યા છે,  તેમ છતાં સરકારની ટેકાના ભાવે પેમેન્ટ ચુકવણી ની પદ્ધતિ માં વિલંબ નાં કારણે ખેડૂતો ટેકાના ભાવે વેચવાનું છોડી માર્કેટમાં નુકશાન સહન કરી અડદ વેચી રહ્યા છે.

સમગ્ર મામલે મોડાસા એપીએમસી નાં નાયબ સેક્રેટરીએ જણાવ્યું હતું કે હાલ માર્કેટમાં ૩૦ થી ૩૫ બોરી અડદ ની આવક થઇ રહી છે જેનો ઊંચામાં ૯૫૦ તેમજ નીચામાં ૬૦૦ ભાવ પડી રહ્યો છે. ચોમાસામાં વધુ વરસાદ નાં કારણે અડદનું ઉત્પાદન ઓછું થયું છે ઉપરાંત માલની ગુણવત્તા પણ જોઈએ તે પ્રમાણે સારી નહિ હોવાથી ભાવ થોડો ઓછો પડી રહ્યો છે. તેમ છતાં ખેડૂતને ટેકાના ભાવ કરતા અહી પેમેન્ટ રોકડું મળી જતા ખેડૂતો માર્કેટમાં અડદ વેચી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.