Corruption/ નડિયાદ સબ રજીસ્ટ્રાર ઓફિસનો કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

જેને આધારે એસીબીના અધિકારીઓએ વ્યવસ્થિતપણે આયોજન કરીને જાળ બિછાવી હતી. જેમાં નડિયાદની સબ રજીસ્ટ્રાર કચેરી, દસ્તાવેજ નોંધણી કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે……

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 03 01T171152.496 નડિયાદ સબ રજીસ્ટ્રાર ઓફિસનો કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

@ નિકુંજ પટેલ

Kheda News: નડિયાદ સ્થિત જીલ્લા સેવા સદન ખાતે સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓ અરજદારો પાસેથી મિલ્કત સંબંધી દસ્તાવેજો અંગે ઈન્ડેક્ષ કાઢી આપવા રૂપિયા 1,000 થી રૂપિયા 3000 લેતા હોવાની આધારભૂત માહિતી એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)ને મળી હતી.

જેને આધારે એસીબીના અધિકારીઓએ વ્યવસ્થિતપણે આયોજન કરીને જાળ બિછાવી હતી. જેમાં નડિયાદની સબ રજીસ્ટ્રાર કચેરી, દસ્તાવેજ નોંધણી કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા મેઘરાજસિંહ બી. છાસટીયાએ અગાઉ ખરીદેલી મિલ્કતના દસ્તાવેજોની નકલ કાઢી આપવા માટે રૂપિયા 3,000ની લાંચ લેતા એસીબીના અધિકારીઓએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો.

આ કામગીરી ખેડા એસીબી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.આર.વસાવા અને તેમની ટીમે બજાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ

આ પણ વાંચો:ઈવાન્કા ટ્રમ્પ પહોંચી જામનગર, જાણો કઈ હસ્તીઓનું આગમન થયું