Gujarat Assembly Election 2022/ ચોટીલા વિધાનસભા બેઠક પર શું બની રહશે કોંગ્રેસનો દબદબો?

ગુજરાત રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ અત્યારથી જ રાજકીય પાર્ટીઓમાં દોડધામ ચાલુ થતા રાજકીય ગરમાવો ફેલાયો છે.

Gujarat Gujarat Assembly Election 2022 Others
ચોટીલા વિધાનસભા બેઠક પ

ચોટીલા વિધાનસભા બેઠક : ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં હોબાળો થવો સામાન્ય બાબત છે. જેમાં શાસક પક્ષના ધારાસભ્યો કે વિપક્ષના ધારાસભ્યો શાસક પક્ષમાં જોડાતા રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આવું જ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપમાં ફેરબદલ કરી ચૂક્યા છે. આ સાથે જ હજુ પણ ઘણા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય તેવી ચર્ચા છે. જેમાં એક નામમાં ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાનું નામ પણ સામેલ છે. પરંતુ, તાજેતરમાં કોંગ્રેસ દ્વારા કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઋત્વિજ મકવાણાનું નામ સામેલ થયું છે.

ચોટીલા વિધાનસભા બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ બેઠકો છે. ચોટીલા ઉપરાંત વઢવાણ, લીમડી, ધાંગધ્રા અને દસાડા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ જિલ્લામાં ભાજપને માત્ર એક બેઠક મળી હતી. તે પણ વઢવાણ વિધાનસભા બેઠક પર. પરંતુ કોંગ્રેસની પેટાચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી ભાજપને 6માંથી 3 બેઠકો મળી હતી.

ચોટીલા વિધાનસભા બેઠક હેઠળ બે તાલુકાઓનો સમાવેશ થાય છે. આ બેઠક ચોટીલા તાલુકાના 111 ગામ અને મૂળી તાલુકાના ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે.

ચોટીલા શ્રધ્ધા કેન્દ્ર

ચોટીલા વિધાનસભા હેઠળ ચોટીલા પર્વત પર માતા ચામુંડાનું મંદિર છે. જેમાં લોકોનો અતૂટ વિશ્વાસ છે. જેના કારણે અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે. પર્વત પર સ્થિત આ મંદિર સુધી પહોંચવા માટે આ વર્ષે ગુજરાત સરકારે વિકાસ પ્રોજેક્ટ હેઠળ રોપ-વે શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ ચોટીલા ટ્રસ્ટે આને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.

ટ્રસ્ટનું કહેવું છે કે સરકારે એ જ જૂના કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે. જે અગાઉ રદ કરવામાં આવી હતી. તે જ સમયે, તે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેધાણીનું જન્મસ્થળ પણ છે. તેમના નામે એક સ્મારક અને મ્યુઝિયમ પણ અહીં બનાવવામાં આવ્યું છે.

ચોટીલા વિધાનસભાની પ્રથમ ચૂંટણી 1962માં યોજાઈ હતી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આ બેઠક જીતી હતી. જેમને 79,960 મત મળ્યા હતા. જ્યારે ભાજપે તેમની સામે જીણાભાઈને ટિકિટ આપી હતી. જેમને 56,073 મત મળ્યા હતા. જ્યારે 2012માં શામજીભાઈ ચૌહાણ આ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતા. ચોટીલાની આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની જીત જાળવી શકશે કે નહીં તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

અહી ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં સૌથી વધુ પેટા ચૂંટણી ચોટીલા બેઠક પર થઈ છે. આ બેઠક પર વર્ષ 1952, 2000, 2009 અને 2010માં પેટા ચૂંટણી યોજાઇ હતી. ચોટીલા વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 16 વખત ચૂંટણીઓ થઈ ચૂકી છે. આ બેઠક પર વર્તમાન સમયે કોંગ્રેસનાના ઋત્વિક મકવાણા ધારાસભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગત 2017 વિધાનસભા ચૂંટણીમાં ઋત્વિક મકવાણા સામે ભારતીય જનતા પાર્ટીએ ઝીણાભાઈને ટિકિટ આપી હતી. જેમાં ઋત્વિક મકવાણાને 79,960 વોટ મળ્યા હતા જ્યારે ઝીણાભાઈને 56073 મત મળ્યા હતા. જ્યારે 2012માં આ બેઠક ભાજપ પાસે હતી. ત્યારે શામજીભાઈ ચૌહાણ ભાજપના ધારાસભ્ય હતા. તે સમયે દેવજી ફતેપુરા કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. તેમનો 12,000 થી વધુ મતથી પરાજય થયો હતો.

આ મતવિસ્તારમાં રોજગારીનો પ્રશ્ન યુવાનો માટે ખૂબ જ મોટી સમસ્યા છે. અહીં મોટા ઉદ્યોગો નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને રોજગારી અને નોકરીની શોધમાં સ્થળાંતર કરવાની ફરજ પડે છે.

આ પણ વાંચો:ગોદરેજ ગાર્ડન સિટીમાં કિશોરી સાથે લિફ્ટમાં 65 વર્ષના વૃદ્ધે કરી છેડતી, CCTV આવ્યા સામે

આ પણ વાંચો:ચૂંટણી પ્રચાર માટે ભાજપના પાંચ રાજ્યોના કાર્યકરોના ગુજરાતમાં ધામા

આ પણ વાંચો:દાહોદમાં દારૂની દારૂબંધીની રેલમછેલ, પીપલોદમાંથી ઝડપાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ